Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ચૈત્રી સંવત્સરનાં ચંદ્રદર્શન : ખગોળ જ્યોતિષ તથા પંચાંગ ગણિત અનુસાર અમાસ પછી પશ્ચિમ આકાશમાં ચંદ્રની સૌ પ્રથમ કળા દેખાય તે ઘટનાને ‘ચંદ્રદર્શન’ કહે છે

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ખગોળ જ્યોતિષ તથા પંચાંગ ગણિત અનુસાર અમાસ પછી પશ્ચિમ આકાશમાં ચંદ્રની સૌ પ્રથમ કળા દેખાય તે ઘટનાને ‘ચંદ્રદર્શન’ કહે છે. આ પ્રથમ ચંદ્રદર્શન ક્યારેક સુદ બીજની સાંજે તો ક્યારેક સુદ એકમની સાંજે થાય છે.

 ધાર્મિક વ્રત ઉત્સવ માટે ધર્મપ્રેમી લોકો, હવામાનના પરંપરાગત અભ્યાસ માટે અનુભવી ખેડૂતમિત્રો તથા વિવિધ બજારોની રૂખના અભ્યાસી વેપારીભાઇઓ ચંદ્રદર્શનની શૃંગોન્નતિ તથા તે સમયે ચંદ્રના નક્ષત્ર ઉપરથી મુહૂર્ત (મૂર્તિ)નું ખાસ નિરીક્ષણ કરે છે.
 ‘શૃંગોન્નતિ’ એટલે ચંદ્રનું શિંગડું (પાંખિયુ) કઇ દિશામાં ઊંચુ રહેશે તે વિગત પણ અત્રે  છે. આ માહિતી ધાર્મિક જનતા, ખેડૂતમિત્રો, વેપારીભાઇઓ, વ્રત કરનારી બહેનો તેમજ આકાશદર્શનના રસિકોને વર્ષભર ઊપયોગી બની રહેશે.
  મુસ્લિમ કાલગણના અનુસાર ચંદ્રદર્શન થયા બાદ બીજા દિવસે  નવા માસનો આરંભ થાય છે તેની વિગત પણ અત્રે આપી છે.                      
(માહિતી સૌજન્ય : ભૂપેન્દ્ર ધોળકિયા (મો. ૯૮૭૯૫૬૨૯૨૬ )સંયોજક: પંચાંગ ખગોળ અધ્યયન મંડળ)

 

(6:51 pm IST)