Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

વડોદરાના સાકરદા ગામે નજીવી બાબતે અપશબ્દો બોલી ઢોરમાર મારવાનો પ્રયાસ કરનાર સસરા વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી

વડોદરા: ઘરમાં પંખો ચાલુ રાખવાની તકરારમાં સસરાએ અપશબ્દો બોલી પટ્ટા વડે મારવાનો પ્રયાસ કર્યાના આક્ષેપ સાથે પરણીતાએ પતિ સહિત સાસરી પક્ષના ચાર સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વડોદરાના સાકરદા ગામ ખાતે રહેતી 30 વર્ષીય મહિલાએ ફરિયાદમાં કહ્યું હતું કે, ત્રણ વર્ષ અગાઉ મારા લગ્ન ધુમાડ ગામે રહેતા મુકેશ રાવજીભાઈ ચૌહાણ સાથે થયા હતા. હું તથા મારી જેઠાણી ઘરના પાછળના ભાગે ઘરકામ કરતી હતી, તે સમયે સસરાએ ઘરમાં પંખો ચાલુ હોય અમારી સાથે ઝઘડો કર્યો હતો. અને મને તથા મારી જેઠાણીને અપશબ્દો બોલી પટ્ટા વડે મારવાનો પ્રયાસ કર્યો હતો. સાસુ પણ તેમનું ઉપરાણું લઈ અમારી સાથે ઝઘડો કર્યો હતો. પતિએ પણ અગાઉ સાસુ સસરા સામે પ્રતિક્રિયા આપવા મને માર માર્યો હતો. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે પતિ સહિત સાસરી પક્ષના ચાર સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:50 pm IST)