Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

વડોદરામાં કાર ખરીદી લોનની ભરપાઈ ન કરનાર આરોપીને બે વર્ષની સજાની સુનવણી

વડોદરા: કાર ખરીદી લોનની રકમ ભરપાઈ કરનાર આરોપીને અદાલતે બે વર્ષની સાદી કેદ, વળતર પેટે 2.98 લાખ 30 દિવસમાં ચૂકવવા તથા આરોપી અદાલત સમક્ષ ઉપસ્થિત રહેતા હોય બિનજામીન લાયક વોરંટ ઇસ્યુ કરી બજવણી અર્થે મોકલી આપવાનો આદેશ કર્યો હતો. વર્ષ 2019 દરમિયાન કોટક મહિન્દ્રા પ્રાઈમ લિમિટેડના ઓથોરાઈઝ ભાવિન જાદવએ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી અશ્વિન ખોડાભાઈ દલસાણીયા (રહે-રાજકોટ) કાર લોન મેળવવા માટે અરજી કર્યા બાદ એગ્રીમેન્ટ લેખિત કરાર થકી 2.98 લાખની લોન પાસ કરી હતી. ત્યારબાદ કાયદેસરની લેણી રકમ ચૂકવી નોટિસનો જવાબ આપ્યો હતો. કેસની સુનાવણી હાથ ધરાતા ફરિયાદ પક્ષ તરફે ધારાશાસ્ત્રી વાય.આઈ.રાણા અને આરોપી પક્ષ તરફે ધારાશાસ્ત્રી કે.કે.પટેલે દલીલો કરી હતી. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ સાતમા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દીપક હસમુખભાઈ ખંભાતીએ નોંધ્યું હતું કે, પ્રવર્તમાન સમયમાં પ્રકારના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ચેક આપી પોતાની જવાબદારી અથવા દેવામાંથી છટકવાનો પ્રયાસ થાય છે. જેથી અધિનિયમમાં પ્રકારની જોગવાઈ આવા નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટનો દુરુપયોગ થતો અટકાવવામાં કરવામાં આવેલ છે. અને આરોપીને પોતાના કૃત્યનો અહેસાસ થાય તે રીતેની સજા કરવી જોઈએ. અદાલત આરોપીને દંડનો હુકમ ના કરતા માત્ર વળતરનો હુકમ કરે તો તે વ્યાજબી અને ન્યાયોચિત રહેશે તેવું અદાલતનું માનવું છે.

(6:49 pm IST)