Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

સુરતમાં 12 લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજાની સુનવણી કરી

સુરત:ગ્રે કાપડની ઉધાર ખરીદીના પેમેન્ટ પેટે આપેલા 12.72 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી વેપારીને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ પી.યુ.અંધારીયાએ દોષી ઠેરવી એક વર્ષની કેદની  સજા ફટકારતો હુકમ કર્યો છે.

કામરેજ -લસકાણા સ્થિત કાલથીયા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગ્રે કાપડના ધંધા સાથે સાથે સંકળાયેલા રામેશ્વર એન્ટરપ્રાઈઝના ફરિયાદી સંચાલક સુધીર નરસીભાઈ લાઠીયાએ એમ્બ્રોડરી વર્ક સાથે સંકળાયેલા દશમ ક્રિએશનના આરોપી ઓથોરાઈઝ્ડ સિગ્નેચરી તુલશી ત્રિકમ ગોધાણી(રે.શિવનગર સોસાયટી,પુણાગામ)ને એપ્રિલ-2017માં કુલ રૃ.12.72 લાખનો ઉધાર ગ્રે કાપડનો માલ આપ્યો હતો.

જેના પેમેન્ટ પેટે આરોપીએ લખી આપેલા રૃ.6.37 લાખ તથા 6.35 લાખના બે ચેક ફરિયાદીએ બેંકમાં વટાવવા નાખતા રીટર્ન થતા કોર્ટ ફરિયાદ નોંધાવી હતી. સુનાવણી બાદ કોર્ટે આરોપી વેપારીને એક વર્ષની કેદ અને વાર્ષિક 9 ટકા વ્યાજ સહિત છ સપ્તાહમાં ફરિયાદીને લેણી રકમ વળતર પેટે ન ચૂકવે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.

(6:45 pm IST)