Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

સુરતના ડિંડોલી સહીત લીંબાયતમાં મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા દોડધામ મચી જવા પામી

સુરત : ડીંડોલીમાં ફ્લાવર ગાર્ડન પાસે મકાનમાં ગેસ સિલિન્ડરમાં અને લિંબાયતમાં નીલગીરી ખાતે એક મકાનમાં સોમવારે રાત્રે સિલિન્ડરમાં ગેસ લીકેજ થવાની સાથે આગ ભડકી ઉઠી હતી.જેના લીધે ત્યાં ભાગદોડ થઇ જવા પામી હતી. ફાયર  બ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ડીંડોલી માં ફ્લાવર ગાર્ડન પાસે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં સોમવારે રાત્રે ઘરમાં ગેસના ચૂલા પર મહિલા રસોઈ બનાવતી હતી. તે સમયે સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતા આગ ફાટી નીકળી હતી. જેથી મહિલા ગભરાઇ જતા તરત ઘરની બહાર દોડી ગઈ હતી અને આજુબાજુના લોકોમાં પણ ભાગદોડ થઈ ગઈ હતી. કોલ મળતા ફાયર જવાનો ત્યાં પહોંચી થોડા સમયમા આગ બુઝાવી હતી. આગને લીધે ઘર વખરી સહિત ચીજ વસ્તુઓમાં નુકસાન થયું હતું. જ્યારે બીજા બનાવમાં લિંબાયતમાં નીલગીરી પાસે શાકભાજી માર્કેટ નજીક શિવકૃપાનગરમાં રહેતા દિનેશ પાટીલના ઘરમાં સોમવારે રાત્રે ગેસ સિલિન્ડર લીકેજ થવાથી આગ ભડકી ઉઠી હતી. જેથી પરિવારજનોમાં ભય ફેલાતા નાસભાગ મચી ગઈ હતી.જોકે પરિવારના સભ્યોએ હીમત દાખવીને સળગતા ગેસના સિલિન્ડરને બુઝાવી રહ્યા હતા.  તે સમયે ફાયર કાફલો પહોંને કામગીરી કરી હતી.આ બંને બનાવમાં કોઈ ઈજા જાનહાની થઈ ન હતી.

(6:46 pm IST)