Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

સુરત:પૂર્વ પ્રેમીએ યુવતીના ફોટો વાયરલ કરવાની ધમકી આપનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત, : સુરતના વરીયાવી બજાર વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતીને અવારનવાર ફોન કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેની માતાને જાતિ અંગે અપશબ્દો કહેનાર નાના વરાછાના પરિણીત પ્રેમી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરીયાવી બજાર વિસ્તારમાં બહોળા પરિવાર સાથે રહેતી 22 વર્ષીય રીનલ ( નામ બદલ્યું છે ) ત્રણ વર્ષ અગાઉ કેટરર્સનું કામ કરતી હતી ત્યારે તેની મુલાકાત મનોજ વિજયપ્રતાપસીંગ ભદોરીયા ( રહે.ભરવાડ મહોલ્લો, નાના વરાછા, સુરત ) સાથે થઈ હતી.બાદમાં બંને એકબીજાના પ્રેમમાં પડયા હતા.જોકે, મહિના અગાઉ રીનલને જાણ થઈ હતી કે મનોજ પરિણીત છે.આથી તેણે તેની સાથેનો સંબંધ કાપી નાંખ્યો હતો અને ચાર મહિના અગાઉ તેની સગાઈ સુરેન્દ્રનગરના એક યુવાન સાથે થઈ હતી.રીનલે સંબંધ કાપી નાંખતા અને અન્ય સ્થળે સગાઈ કરતા મનોજ તેને અવારનવાર ફોન કરી પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો.ગત 17 ફેબ્રુઆરીના રોજ રીનલ સાસરામાં લગ્નપ્રસંગમાં હાજરી આપવા સુરેન્દ્રનગર ગઈ હતી ત્યારે રાત્રે 11.30 વાગ્યે મનોજે રીનલના ભાવિ સસરાના મોબાઈલ ફોન ઉપર ફોન કરી કહ્યું હતું કે તમારા છોકરા સાથે જે છોકરીના લગ્ન કરો છો તે સારી નથી અને તેનો મારી સાથે પ્રેમસંબંધ ચાલે છે.પાંચમા મહિનાની સાતમી તારીખે તેના લગ્ન છે તે પહેલા હું તેને લઈ જઈશ.આથી રીનલે મનોજના તમામ નંબર બ્લોક કરી દીધા હતા.

(6:43 pm IST)