Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

સુરતમાં મકાનમાં બનાવેલા ગોડાઉનમાં ટેમ્પો લઇ જઈ દારૂનો જથ્થો ખાલી કરતા દંપતી સહીત ચારની ધરપકડ

સુરત: સુરતના ગોડાદરા વિસ્તારની નારાયણનગર સોસાયટીમાં એક મકાનમાં ગોડાઉન બનાવી તેમાં ટેમ્પો અંદર લઈ દારૂ ખાલી કરતા દંપત્તિ સહિત ચારને ગોડાદરા પોલીસે ઝડપી પાડી રૂ.3.35 લાખનો દારૂ, રોકડા રૂ.2 લાખ, ટેમ્પો, બે મોપેડ સહિત કુલ રૂ.11.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ગોડાદરા પોલીસે ગતસાંજે નારાયણનગર સોસાયટી ઘર નં.20/એ માં રેઈડ કરી હતી.અહીં મકાનમાં બનાવેલા ગોડાઉનનો દરવાજો ખોલી પોલીસે અંદર તપાસ કરી તો ત્યાં ટેમ્પો ( નં.જીજે-15-એટી-6993 ) માંથી ત્રણ પુરુષ અને એક મહિલા દારૂના બોક્સ ખાલી કરી રહ્યા હતા.પોલીસે સ્થળ પરથી રાકેશકુમાર ઠાકોરદાસ પાસવાલા ( ઉ.વ.49 ), તેમના પત્ની ફાલ્ગુનીબેન ( ઉ.વ.46 ) ( બંને રહે.112, શામળાધામ સોસાયટી, દેવધ ગામ રોડ, ગોડાદરા, સુરત ), પ્રમોદ રામભાઈ ધોબી ( ઉ.વ.29, રહે.અંબા માતાના મંદિરની પાછળ, સેલસુંબા ગામ, વલસાડ. મૂળ રહે.ઉત્તરપ્રદેશ ) અને સંતોષ કવિલાલ તિવારી ( ઉ.વ.28, રહે.પાવર હાઉસ, ગોકુળ સાયકલ પાછળ, ઉમરગામ, વલસાડ ) ને ઝડપી લીધા હતા.

(6:41 pm IST)