Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

નડિયાદ:વસો નજીક પિતા પર નજીવી બાબતે હુમલો કરનાર પુત્રને 5 વર્ષની સજાની સુનવણી કરવામાં આવી

 

નડિયાદ : વસો ગામે અઢી વર્ષ પહેલાં નજીવી બાબતમાં પિતા પર જીવલેણ હુમલો કરવાની ઘટના બની હતી. અંગેના કેસમાં નડિયાદ સેશન્સ કોર્ટે આરોપીને પાંચ વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો છે.

વસો કાછલા પૂરા, પુનિત ચોકમાં રહેતો આરોપી પિયુષભાઈ ઉર્ફે બોડીયો ઈશ્વરભાઈ બાભઈભાઈ વણકર, ઉં..૪૦ તા.વસોએ તારીખ : ૦૫/૦૮/૨૦૨૦ ના રોજ વસો, કાછલાપુરા ફળીયામાં રહેતા તેમના પિતા ઈશ્વરભાઈ બાભઈભાઈ વણકરના મકાન ઉપર તલવાર લઈને  જઈ ચડયો  હતો અને તમારે મારા મકાનના ભાગનું શું કરવું છે ? તમે મને કેમ ભાગ આપતા નથી ? તેમ કહી ઉશ્કેરાઈ જઈ મારી નાંખવાના ઈરાદે તલવારના ઉપરા છાપરી માથામાં તથા ગાલ ઉપર તલવારના ઘા મારી જીવલેણ ઈજાઓ કરી હતી. અંગે ફરીયાદીએ વસો પોલીસ સ્ટેશનમાં પુત્ર સામે .પી.કો.કલમ ૩૦૭ મુજબ ફરીયાદ આપી હતી. કેસ નડીઆદના પ્રિન્સીપાલ સેસન્સ જજ  .આઈ.રાવલની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ પી. આર. તિવારીની દલીલોને તેમજ કુલ ૧૪ સાહેદોના પુરાવા અને લગભગ ૧૬ જેટલા દસ્તાવેજી પુરાવાઓ વિગે૨ ઘ્યાને લઈ ગુનાનું વધતુ જતુ પ્રમાણ અટકાવવા વગેરે કારણોને ઘ્યાને લઈ આરોપીને નીચે મુજબ સજાનો હુકમ  કર્યો છે. જેમાં .પી.કો.. ૩૦૭ ના ગુનામાં આરોપીને તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂા. ,૦૦૦ દંડ અને દંડ ના ભરે તો વધુ બે માસની કેદની સજાનો હુકમ કર્યો છે.

(6:41 pm IST)