Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

માણસા તાલુકાના આજોલ ગામે એક સાથે પાંચ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1 લાખથી વધુની મતાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

માણસા:તાલુકાના આજોલ ગામે રણછોડપુરા વાસ ના વતની અને હાલ અમદાવાદ કૃષ્ણનગર ખાતે રહેતા રોહિતભાઈ સોમાભાઈ પટેલ ના માતા પિતા બીમાર હોવાથી તેઓ આજોલ થી અમદાવાદ ખાતે રહેવા માટે ગયા છે ત્યારે ગત રાત્રીએ તેમના આજોલ ખાતેના બંધ મકાન પાસે રાત્રિના સમયે અજાણ્યા ચોર ઇસમો ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા અને તેમના ઘરના મુખ્ય દરવાજાની જાળીનો નકુચો તોડી અંદર પ્રવેશી ત્રીજા રૃમમાં મૂકેલી તિજોરી ખોલી તેમાં મૂકવામાં આવેલા ૧૩૨૦૦ ની કિંમતના ચાંદીના ૨૨ નંગ સિક્કા સોનાની ૫૯૦૦ રૃપિયાની કિંમતની ચીરી અને ૫૦૦૦ રૃપિયા ની રોકડ મળી ૨૪૧૦૦ રૃપિયાની ચોરી કરી તેમના બાજુમાં આવેલ અંબાલાલ કેશવલાલ પટેલ કે જેઓ હાલ ઓસ્ટ્રેલિયા ખાતે રહે છે તેમના મકાન ના દરવાજાનું તોડી તેમાંથી પણ ૧૮૦૦ રૃપિયાના ત્રણ ચાંદીના સિક્કા ૬૦૦૦ રૃપિયાની કિંમતની ચાંદીની બંગડી ૬૦૦૦ રૃપિયાની ચાંદીની બે જોડ શેરો ૭૦,૮૦૦ ની ચાર સોનાની વીંટી અને ૬૦૦૦ રૃપિયાનું કિંમતનું ૧ ડી.વી.આર મળી ૯૦,૬૦૦ ની ચોરી કરી હતી તથા તેમની બાજુમાં આવેલ શકરચંદ ચતુરદાસ પટેલ ના ઘરની જાળી નો નકુચો અને તાળું તોડી તેમના ઘરમાંથી મંદિરમાં મુકેલા ૧૨૦૦ રૃપિયાની કિંમતના ચાંદીના બે સિક્કાની ચોરી કરી હતી તો આ જ વિસ્તારમાં કાંતાબેન ડાહ્યાભાઈ પટેલના મકાનમાંથી પણ સ્ટીલના ડબ્બામાં મુકેલા ૪૦૦૦ રૃપિયા રોકડા ની ચોરી કરી હતી તો છેલ્લે જતા જતા મંગળભાઈ ડાહ્યાભાઈ પટેલના બંધ મકાનમાં પ્રવેશી મંદિરમાં મુકેલા ૧૨૦૦ રૃપિયાની કિંમતના બે ચાંદીના સિક્કાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો પલાયન થઈ ગયા હતા તો એક જ રાતમાં પાંચ બંધ મકાનના તાળા તૂટયા હોવા બાબતની જાણ રોહિતભાઈ ના કાકા ને વહેલી સવારે થતા તેમણે રોહિતભાઈ ને આ બાબતની જાણ કરતાં તેઓ તાત્કાલિક આજોલ ગામે આવી ઘરમાં તપાસ કરતા તેમના મકાનમાંથી તેમજ પડોશના અન્ય ચાર મકાનોમાં પણ અજાણ્યા ચોર ઈસમોએ સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ મળી કુલ ૧,૨૧,૧૦૦ ના મુદ્દા માલની ચોરી હોવાનું માલુમ પડતા તેમણે માણસા પોલીસ સ્ટેશને અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:40 pm IST)