Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

સુરતના ખાડી વિસ્‍તારમાં એબોર્શન કરાયેલ નવજાત ભ્રુણ મળી આવતા ક્‍લિનીક નર્સની ધરપકડ

સીસીટીવી ફુટેજની મદદથી પોલીસે સમગ્ર ઘટનાનો ગુન્‍હો ઉકેલી નાખ્‍યો

સુરત: ગુજરાતના ડાયમંડ સિટીમાં માનવતાને લજવતો કિસ્સો હાલ સામે આવ્યો છે. સુરતના લીંબાયત વિસ્તારમાં તાજું જન્મેલું મૃત નવજાત મળી આવવાના કેસમાં એક નવો જ ખુલાસો થયો છે. લીંબાયતમાં રણછોડ નગરમાં આવેલી ક્લિનિકમાં એબોર્શનથી કાઢી નાંખવામાં આવેલું બાળક હોવાનું ખુલ્યું છે. ક્લિનિકની નર્સ દ્વારા જ એબોર્શન કરાયેલા ભૃણને ફેંકવામાં આવ્યું હોવાનો ખુલાસો થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

લીંબાયતનાં રણછોડ નગરમાં આવેલી ક્લિનિકનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં મૃત નવજાત ખાડી કિનારે આવેલ ટાઇલ્સના વેસ્ટ રૂમમાંથી મળી આવ્યું હતું. લીંબાયત પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર ગુનો ઉકેલ્યો હતો. પોલીસે ક્લિનિકની નર્સની ધરપકડ કરી લીધી છે. વીડિયોમાં જોવા મળે છે કે ક્લિનિકની નર્સ દ્વારા જ એબોર્શન કરાયેલા ભૃણને હવામાં ફેંકવામાં આવ્યું હતું.

આ અંગે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. લીંબાયત પોલીસે સીસીટીવીના આધારે ગુનો ઉકેલ્યો હતો. ક્લિનિકની નર્સ કે જેણે આ નવજાત ભૃણને ફેંક્યો હતો તેની ધરપકડ કરવામાં આવી છે.

(5:53 pm IST)