Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ટાટા મોટર્સ દ્વારા રિસાઇકલ વિથ રિસ્‍પેકટ લોન્‍ચઃ વાહન સ્‍ક્રેપીંગની સુવિધા

અમદાવાદઃ ટાટા મોટર્સ દ્વારા  જયપુરમાં તેના પ્રથમ રજિસ્‍ટર્ડ વેહિકલ સ્‍ક્રેપિંગ ફેસિલિટી (આરવીએસએફ)  રિસાઈકલ વિથ રિસ્‍પેક્‍ટ લોન્‍ચ કરેલ છે. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી શ્રી નીતિન ગડકરી દ્વારા ઉદદ્યાટન કરવામાં આવેલું.

આ અત્‍યાધુનિક એકમ વાર્ષિક ૧૫ હજાર વાહનની ક્ષમતા ધરાવે છે અને આયુષ્‍ય સમાપ્ત થયેલાં વાહનોના સુરક્ષિત અને સક્ષમ ડિસ્‍મેન્‍ટલિંગ માટે વિશ્વ કક્ષાની, પર્યાવરણ અનુકૂળ પ્રક્રિયાઓનું પાલન કરશે. તે બધી બ્રાન્‍ડ્‍સનાં આયુષ્‍ય સમાપ્ત થયેલાં પ્રવાસી અને કમર્શિયલ વાહનોને સ્‍ક્રેપ કરવા માટે ટાટા મોટર્સની ભાગીદાર ગંગાનગર વાહન ઉદ્યોગ પ્રા. લિ. દ્વારા વિકસિત અને સંચાલિત હોવાનું જણાવાયું છે.

(4:30 pm IST)