Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

હેકેથોનમાં નવરચના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ત્રણ ઈનામ

(કેતન ખત્રી), અમદાવાદઃ નવરચના યુનિવર્સિટી (પ્રદેશની પ્રમીયર મલ્‍ટિラડિસિપ્‍લિનરી ખાનગી યુનિવર્સિટી)ની ૩ ટીમને આઝાદી કા અમૃત મહોત્‍સવ હેકેથોન (રાજયસ્‍તરની હેકેથોન)ની ફાયનલમાં ઈનામ હાંસલ થયાં છે.નવરચના યુનિવર્સિટી સ્‍કૂલ ઓફ બિઝનેસ એન્‍ડ લો નાં દિવ્‍યાંગી મિષાી અને તિથી પટેલની બનેલી ટીમને તેમની ‘ક્રિએટિવ લોગો ડિઝાઈન ફોર કન્‍ઝયુમર પ્રોટેકશન'ના ઉકેલ માટે રૂ.૫૦હજારનુ પ્રથમ ઈનામ એનાયત કરવામાં આવ્‍યુ છે.

સોલ્‍યુશનમાં ઉપભોક્‍તા અધિકારોના રક્ષણ માટે લોગોના સ્‍વરૂપમાં દ્રશ્‍ય ઓળખ બનાવવા પર ભાર મૂકવામાં આવ્‍યો હતો. રાજય સરકારના અનાજ, નાગરિક પુરવઠા તથા ગ્રાહક બાબતોના વિભાગે રજૂ કરેલી સમસ્‍યાના સંદર્ભમાં સોલ્‍યુશન શોધી આપવા બદલ તેમને આ ઈનામ એનાયત કરવામાં આવ્‍યુ છે. સમસ્‍યાના ઉકેલનો ઉદ્દેશ ગ્રાહકોમાં એવી જાગૃતી પેદા કરવા હતો કે જેથી અભણ વ્‍યક્‍તિ પણ લોકોનો અર્થ સમજી શકે. આ વિદ્યાર્થીઓને ડો. અનુપમા દવે, કાર્યક્રમ અધ્‍યક્ષ, બીબીએ, મેન્‍ટર કર્યાં હતાં. તેમ નવરચના યુનિવર્સિટીના રજીસ્‍ટ્રાર ડો. સંદીપ વસંતે યાદીમાં જણાવ્‍યું છે.

(4:27 pm IST)