Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

મિત્રની પત્‍ની સાથે પ્રેમનો વિસ્‍ફોટ, ઉમરપાડાના જંગલમાં ખેલાયેલા ખૂની ખેલનો અંતે પર્દાફાશ

સાઉથ ગુજરાતના વડા એડી.ડીજી પિયુષ પટેલ, એસપી હિતેષ જોયસરના માર્ગદર્શન હેઠળ સદ્યન તપાસ , સુરત એલસીબી પીઆઇ બી.ડી.શાહ સાથે અકિલાની વાતચીત

રાજકોટ તા.૨૨: ગુન્‍હા બન્‍યા બાદ તેનો ભેદ ન ઉકેલાય અને આરોપીઓ ન પકડાઈ તે પોલીસ માટે નાલેશી ગણાય તેવી મૂળ સૌરાષ્ટ્‌ કચ્‍છના વતની એવા એડી.ડીજી. પિયુષ પટેલ તથા  એસપી હિતેષ જોયસર સાથે સુરત ગ્રામ્‍ય એલસીબી પીઆઇ બી.ડી  શાહ પણ આવી જ માન્‍યતા ધરાવે છે, અધૂરામાં એલસીબી ટીમ પણ ખૂબ મહેનતુ હોવાથી સુરત ગ્રામ્‍ય પોલીસ ગુન્‍હા ઉકેલવામાં રેકોર્ડ સ્‍થાપ્‍યો છે તેમાં એક વધારો થયો છે.

જેમા કોઇ તા.૧૫/૩/૨૦૨૩ પહેલા હરકોઇ વખતે મૌજે ઉમરપાડાથી માલ્‍ધા જતા સ્‍ટેટ હાઇવે નં.૬૫ ઉપર વળાક જકી જંગલમાં મરણજનાર શૈલેશભાઇ કેશુભાઇ ચૌહાણનાને કોઇ અજાણ્‍યા આરોપીએ માથામા તથા મોઢા ઉપર કોઇ બોથળ પદાર્થ મારી ગંભીર ઇજા કરી ખુન કરી નાશી ગયેલ હોય જે બાબતે ઉમરપાડા પોલીસ સ્‍ટેશન, ગુ.ર.નં એ.૧૧૨૧૪૦ ૦૨૨૩૦૦૭૯/ ૨૦૨૩, આઇ.પી.સી કલમ.૩૦૨ મુજબનો વણશોધાયેલ ખુનનો ગંભીર ગુનો રજીસ્‍ટર થયેલ હતો.

જેમા ઉપરોકત વણશોધાયેલ ખુનના ગુનામાં સંડોવાયેલ અજાણ્‍યા આરોપીઓની તપાસ કરી શોધી કાઢવા માટે એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી, ગુનાવાળી જગ્‍યાની વિજીટ કરી ગુનાવાળી જગ્‍યા સુધી જવાના સી.સી.ટીવી ફુટેજની ચકાસણી કરી, તથા અંગત હ્યુમન શોર્સીસ રોકી, તેમજ ટેકનીકલ દીશામાં તપાસ કરી, ચોકકસ દીશામાં વર્કઆઉટ ચાલુ કરી પેટ્રોલીંગમાં હતા. દરમ્‍યાન એલ.જી.રાઠોડ, પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર, તથા અ.હે.કો હરસુરભાઇ  નાનજીભાઇનાઓને સંયુકત રીતે તેમના અંગત વિશ્વાશુ બાતમીદાર થકી ચોકકસ હકિકત મળેલ કે, ઉમરવાડાથી માલ્‍ધા જતા રસ્‍તા ઉપર જંગલમાં શૈલેષભાઇ કેશુભાઇ ચૌહાણનુ ખુન થયેલ છે જે ખુન તેના મિત્ર ઘનશ્‍યામ સોલંકીએ કરેલ છે. અને આ ઘનશ્‍યામ સોલંકી એક નંબર વગરની કાળા કલરની સ્‍પેલ્‍ન્‍ડર પ્‍લસ મોટર સાઇકલ લઇ રાજ હોટલ થઇ મુંબઇ-અમદાવાદ ને.હા.ં.૪૮ ઉપરથી વડોદરા તરફ જનાર છે જેના આધારે ને.હા.નં.૪૮ ઉપર વોચ ગોઠવી, બાતમી હકિકતની મોટર સાઇકલ લઇ આરોપી આવતા તેને ઝડપી પાડી, સદર ઇસમની ગુના સંબંધમા તથા ગુના સમયે તેની હાજરી બાબતે સઘન પુછપરછ કરતા પકડાયેલ આરોપી તથા મરણજનાર મિત્ર હોય અને આરોપીએ મરનારને દેવમોગારા દર્શન કરવા જવાનું મોટર સાઇકલ ઉપર ઉમરપાડા જંગલામાં જઇ લાકડાના ફટકા મારી ખુન કરેલ હોવાથી હકિકત જણાવતા આરોપી વિરુધ્‍ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ઉમરપાડા પોલીસ સ્‍ટેશનનાઓને સુપ્રત કરેલ છે. તેમ એલસીબી પી.આઇ, બી.ડી.શાહ દ્વારા ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યુ હતું.

(1:15 pm IST)