Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

લોકોના પૈસે દિવાળીઃ કિરણ પટેલ રૂા. ૭૦ હજારથી ચાર લાખ સુધીના પોપટો રાખતો

લોકોને બાટલીમાં ઉતારતો મહાઠગ પોપટનો શોખીન

અમદાવાદ,તા. ૨૨: લોકોને બાટલીમાં ઉતારતો મહાઠગ કિરણ પટેલ પોતે ધનિક હોવાનું બતાવવા ઘરમાં રૂ.૭૦ હજારથી લઇને રૂ.૪ લાખ સુધીના વિદેશી પોપટની જોડી રાખતો હતો. લોકોને ઠગીને વૈભવી લાઇફ સ્‍ટાઇલ જીવતા કિરણે તેના ઘોડાસર સ્‍થિત ઘરમાં લાખોના ખર્ચે વિદેશી પક્ષી રાખ્‍યા હતા. જેમાં ઓસ્‍ટ્રેલિયાનો સફેદ કોકાટું પોપટ, આફરિકાનો આફરિકન ગ્રે પોપટ અને ઓસ્‍ટ્રેલિયાનો કોકાટીલ પોપટ નામના ત્રણ જુદી-દુદી જાતિના પક્ષીઓ રાખ્‍યા હતા. જેમાં કોકાટુની જોડી જ રૂ.૪ લાખની છે, જયારે આફરિકન ગ્રે એક પક્ષીની કિંમત રૂ.૭૦ હજારથી શરુ થાય છે. તેમજ કોકાટીલ પોપટ રૂ.પાંચ હજારમાં બજારમાં મળે છે. આ તમામ વિદેશી પક્ષીઓ રાખવાનો ખર્ચ પણ મસમોટો હોય છે, ઉપરાંત આ પક્ષીઓ સરળતાથી મળતા ન હોવાથી તેને ઓર્ડર આપીને જ મંગાવવા પડે.આમ લોકોના પૈસે દિવાળી મનાવતો ઠગ વિદેશી પક્ષીઓ રાખીને તેનો શોખ પુરો કરતો હતો.

(10:49 am IST)