Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે નકલી આઈએએસ કિરણ પટેલનો મુદ્દો ઉછાળ્યો

શૈલેષ પરમારે સરકારને સવાલ કર્યો કે, G-20 સમિટમાં કિરણ પટેલ કોની મદદથી અધિકારી બનીને આવ્યો અને 100થી વધુ વાર સરકારી પ્લેનનો ઉપયોગ કર્યો

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે નકલી IAS કિરણ પટેલનો મુદ્દો ઉછાળ્યો હતો. તેમણે પ્રશ્નકાળ દરમિયાન વિધાનસભામાં સરકાર સામે કેટલાક વેધક સવાલો પણ કર્યા હતા

 શૈલેષ પરમારે સરકારને સવાલ કર્યો કે, G-20 સમિટમાં કિરણ પટેલ કોની મદદથી અધિકારી બનીને આવ્યો અને 100થી વધુ વાર સરકારી પ્લેનનો ઉપયોગ કર્યો, પરમારે સવાલ કર્યો કે કેવી રીતે ઠગબાજ કિરણ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારો સુધી પહોંચી ગયો.કેમ ડબલ એન્જિનની સરકારમાં IB કંઈ નથી કરી શકતી,શું રાજ્યના IAS-IPSની પણ જાસૂસી થાય છે.કોંગ્રેસ કિરણના નામે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે

   
(12:13 am IST)