Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

અમદાવાદ શહેરમાં ગરમીના પ્રમાણમાં હવે ઝડપથી વધારો

અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૬.૮ ડિગ્રી થયુઃ ગરમીના પ્રમાણમાં હજુ ઝડપથી વધારો થાય તેવા સંકેત પંખા તેમજ એસીનો ભરપુર ઉપયોગ શરૂ કરી દેવાયો છે

અમદાવાદ,તા. ૨૧: અમદાવાદ શહેરમાં ગરમીના પ્રમાણમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે.  આજે લઘુતમ તાપમાનમાં વધુ વધારો થયો હતો. શહેરમાં તપમાન ૧૬.૮ ડિગ્રી થયુ હતુ. આવી જ રીતે મહત્તમ તાપમાન વધીને ૩૫ ડિગ્રીની આસપાસ પહોંચી ગયુ છે. અમરેલીમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી રહ્યુ હતુ. લઘુતમ તાપમાન તમામ જગ્યાએ વધારે જોવા મળે છે. જેથી હવે ગરમીના પ્રમાણમાં વધારો થઇ રહ્યુ હોવાના સંકેત મળી રહ્યા છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તીવ્ર ગરમીનો અનુભવ થવાની શક્યતા જાણકાર લોકો વ્યક્ત કરી રહ્યા છે. અમદાવાદમાં લઘુતમ તાપમાનમાં આવતીકાલે વધુ વધારો થઇ શકે છે. પારો ૧૭ ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. હવે ફુલગુલાબી ઠંડીનો અનુભવ સવારના ગાળામાં થઇ રહ્યો છે. જો કે બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.બેવડી સિઝનના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદમાં મિશ્ર સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના  નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોને હવે પહેલાની સરખામણીમાં ઠંડીથી રાહત થઇ છે પરંતુ હજુ પણ પારો ખુબ નીચે પહોંચેલો છે. અમદાવાદમાં હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મિશ્ર સિઝન વચ્ચે હવે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. તમામ જગ્યાઓ ઉપર હવે પંખા અને એસીનો ઉપયોગ થવા લાગી ગયો છે. આજે નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૫.૨  ડિગ્રી રહ્યું હતું . આ પ્રકારની સિઝનમાં વધુ પ્રમાણમાં પેટમાં દુખાવાની ફરિયાદ સામાન્ય લોકો કરતા જોવા મળે છે. ફુડ પોઇઝિનિંગના બનાવો વધારે બને છે.

(9:54 pm IST)