Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

વડોદરાના ગોત્રી વિસ્તારમાં લિફ્ટ તૂટી જતા નવમા માળેથી નીચે પટકાયેલ યુવાનનું કે કમાટીભર્યું મોત

વડોદરા: ગોત્રી વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડિંગમાં મટિરિયલ ચડાવતી લિફ્ટ અચાનક તૂટતા નવમાં માળેથી પટકાયેલા યુવાનનું કરૃણ મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તર પ્રદેશનો મૂળ વતની પરંતુ હાલ અકાટોગામ પાછળ ભાથુજીનગરમાં રહેતો યોગેશ કેશવભાઇ યાદવ(ઉ.વ.૨૩) ટાઇલ્સનું કામ કરે છે. ગઇકાલે બપોરે તે ગોત્રી વિસ્તારમાં નિલાંબર સર્કલ પાછળ નવી બંધાતી બિલ્ડિંગ ફોર્ચ્યુન ઇમ્પેરિયા-૧માં ટાઇલ્સનું કામ કરતો હતો.

આ બિલ્ડિંગમાં મટિરિયલના કામ માટે ઉપયોગમાં લેવાતી લિફ્ટમાં ટાઇલ્સ ચડાવાતા હતા આ વખતે યોગેશ ઉપરાંત અન્ય એક યુવાન પણ ટાઇલ્સની સાથે હતો તે વખતે અચાનક લિફ્ટ તૂટી જતા નવમા માળેથી લિફ્ટ સાથે નીચે પટકાયેલા યોગેશનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને ઇજા થતાં સારવાર માટે ખસેડયો છે. આ બનાવ અંગે ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:53 pm IST)