Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

મહેસાણા જિલ્લામાં કડી તાલુકામાં શાળાને નિશાન બનાવી તસ્કરોએ સામાનની ઉઠાંતરી કરતા ચકચાર

મહેસાણા:જિલ્લામાં આવેલ કડી તાલુકામાં વધુ એક સ્થળે ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં કડી પંથકમાં આવેલ દિગડી ગામની સ્કૂલમાં તસ્કરોએ સ્કૂલમાં ઘુસી મોનીટરકેમેરા અને હાર્ડડિસ્ક ઉઠાવી ગયા હતા.

જિલ્લાના કડી પંથકમાં છેલ્લા અઠવાડિયામાં ચોરીની ઘટના સતત પ્રકાશમાં આવી રહી છે. સ્થાનિક પોલીસ પણ ચોરોને ઝડપવા હાલમાં ચક્રો ગતિમાન કર્યા છે. જ્યાં વધુ એક ચોરી પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં કડી તાલુકામાં આવેલ દિગડી ગામની શાંતાબેન રામદાસ પટેલ વિદ્યાલયમાં તસ્કરો સ્કૂલમાં ઘુસ્યા હતા. જ્યાં આચાર્યની ઓફિસમાં લગાડેલા હાર્ડ ડિસ્કમોનીટર તેમજ બે કેમેરાની ચોરી કરી કુલ ૧૮ હજારના મત્તાની ચોરી કરી ફરાર થયા હતા. જોકે ભેજાબાજ ચોરો સ્કૂલમાં લાગેલા સીસીટીવી કેમેરા અને ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા.

 

(5:54 pm IST)