Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

નોલેજ સ્‍કુલ ખેડા નડીયાદની કથીત ઓડીયો કલીપ વાઇરલ : ખેડા : ખેડા નડિયાદની નોલેજ સ્કૂલની કથીત ઓડીયો ક્લીપ હાલ ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં એક વાલી ફરિયાદ સ્કૂલ સ્ટાફને ફરિયાદ કરી રહ્યો છે કે મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે નમાજ પઢવા અલગ રૂમ આપો છો તો તો હિંદુ વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસા ગાવા રૂમ આપશો?

ખેડા : ખેડા નડિયાદની નોલેજ સ્કૂલની કથીત ઓડીયો ક્લીપ હાલ ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં એક વાલી ફરિયાદ સ્કૂલ સ્ટાફને ફરિયાદ કરી રહ્યો છે કે મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે નમાજ પઢવા અલગ રૂમ આપો છો તો તો હિંદુ વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસા ગાવા રૂમ આપશો?

સ્ટાફ અને વાલી વચ્ચેની વાતચીતની ઓડિયો સામે આવતા સોશિયલ મીડિયામાં કોમેન્ટ અને શેરની ભરમાર લાગી ગઈ છે. કથિત ઓડિયો ક્લિપમાં એડમિશન અંગેની વાતચીત થઈ રહી છે જેમાં વાલીને શાળા સ્ટાફ તરફથી સામેથી એડમિશન માટે કોલ કરવામાં આવે છે. ત્યારે વાલી ફરિયાદ રૂપે મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે નમાજ પઢવા અલગ રૂમ પર સવાલ ઉઠાવે છે. બીજી તરફ સ્ટાફ દ્વારા પણ સ્કૂલમાં નમાજ માટે અલગ રૂમ હોવાની ઓડિયોમાં જ કબૂલાત કરવામાં આવી છે. ઓડિયો ક્લીપ અંગે VTV કોઇ પુષ્ટી કરતુ નથી.

  • સ્ટાફ- ભૌતિકના પેરેન્ટસ બોલે છે
  • વાલી- હા હું ભૌતિકના પેરેન્ટસ બોલુ છું
  • સ્ટાફ- હું નોલેજ સ્કૂલમાંથી બોલુ છું,ભૌતિકને નોલેજ સ્કૂલમાં મુકવાની ઇચ્છા ખરી?
  • વાલી- સાહેબ પહેલા તો નોલેજની એક ફરિયાદ છે, નોલેજમાં નમાજ પઢવા માટે અલગ રૂમ આપો છો તેનું કારણ શું? એ યોગ્ય છે? કાલે મારા છોકરાને હનુમાન ચાલીસા પઢાવી હશે તો અલગ રૂમ આપશો?
  • સ્ટાફ- એમની અમુક જ સંખ્યા હોય ને
  • વાલી- એ ખોટી વાત છે, મારા છોકરાને અલગ રૂમ આપશો, દર મંગળવારે અને શનિવારે એક કલાક હનુમાન ચાલીસા બોલશે બોલો મંજૂર છે.
  • સ્ટાફ- એમના ધર્મનું હોય એટલે મંજૂરી આપી છે
  • વાલી- સાહેબ હિન્દુ ધર્મનું ગર્વ હોવું ખપે. સંખ્યા ઓછી થઇ જશે તમે જાણો છો પણ મોટો ઇશ્યુ છે
  • હું સતસંગી જ છું વડતાલનો, સતસંગીની સ્કૂલમાં હોવા છતા તમે આવી રીતે કરો...તે લોકો કોઇ દિવસ આપણા ધર્મને સપોર્ટ કરે છે? હિન્દુ ધર્મનું ગૌરવ ન હોય તેવી સ્કૂલમાં મારે મારા બાળકોને મુકીને કરવાનું શું? તો હિન્દુ ધર્મના ગૌરવનું શું?

મહત્વનું છે કે શિક્ષણ એક ઘર્મ છે અને શિક્ષાના મંદિરમાં તમામ સરખા હોય છે કોઈ નાત જાત કે કોઈ ધર્મનો ભેદભાવ સ્કૂલ પરિસરમાં રાખવામાં આવતો નથી ત્યારે ખેડા નડિયાદની નોલેજ સ્કૂલમાં જો ઓડિયો કલીપના દવા પ્રમાણે જો કામકાજ થઈ રહ્યું છે તો બાળકનાં માનસ પર જ પહેલાથી ભેદભાવની વૃતિ પ્રવેશી શકે છે. કોઈને નમાજ અદા કરવી હોય કે કોઈને હનુમાન ચાલીસા બોલવી હોય સ્કૂલ શરૂ થાય ત્યારે એક માત્ર પાર્થના રાખવામાં કરવામાં આવતી હોય છે. ત્યારે આ પ્રકારની વ્યવસ્થા એંક સવાલ ઊભી કરે છે.

(11:58 pm IST)