Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ગરુડેશ્વર તાલુકા ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ મેળો યોજાયો : બ્લડદાતાઓ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : વડાપ્રધાન નરેન્દ્રમોદીના સક્ષમ અને સગળ નેતૃત્વ હેઠળ સમગ્ર દેશ માં આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર ની નેમ છે કે દરેક નાગરિક ને યોગ્ય સારવાર મળે અને સ્વસ્થ અને તદુરસ્તી ભર્યું જીવન જીવે તે માટે રાજ્ય સરકારે રાજ્ય માં તમામ તાલુકાઓ માં તારીખ 18 થી 22 એપ્રિલ 2022 દરમ્યાન બ્લોક હેલ્થ મેળા નું આયોજન કરેલ છે
જે અંતર્ગત નર્મદા જિલ્લા ગરુડેશ્વર તાલુકા ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા કલેક્ટર ડી.એ શાહ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન નિલંબરીબેન, ડો.પ્રકાશ પંચાલ (બાળ રોગ નિષ્ણાત),મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે.પી.પટેલ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી જ્યોતિબેન ગુપ્તા, ગરુડેશ્વર તાલુકા હેલ્થ ઓફિસર એ.કે.સુમન ,સામુહિક આરોગ્ય કેન્દ્ર ગરુડેશ્વર ના સુપ્રીટનડન્ટ ડો.મિશ્રાની ઉપસ્થિતિ માં બ્લોક હેલ્થ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળરોગ નિષ્ણાત,સ્ત્રી રોગ નિષ્ણાત,ચામડી રોગો, ફિઝિશયન હેલ્થ આઈ.ડી,મોતિયા ની તપાસ, આયુષ્યમાન ભારત યોજના ના કાર્ડ,  દાંત ના રોગો ,હાડકા ના રોગો, ઈ.એન.ટી ના રોગો ના નિષ્ણાતો દ્વારા લાભાર્થી ઓને બ્લોક હેલ્થ મેળા માં સેવા આપવામાં આવી હતી ઉપરાંત બ્લડદાતાઓ દ્વારા બ્લડ ડોનેશન પણ કરવામાં આવ્યું હતું.

(11:46 pm IST)