Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

વાઘેથા ગામે લગ્નમાં નાચવા બાબતે બોલાચાલી થતા એક યુવાનને પંચ મારી ઇજા કરતા બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘેથા ગામમા લગ્નમાં નાચવા બાબતે માથાકૂટ થતા એક યુવાનને પંચ મારતા લોહીલુહાણ હાલતમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો જેમાં બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ થઈ છે

મળતી માહિતી અનુસાર સાજનભાઇ દિલિપભાઇ વસાવા ઉંમર ૨૧,રહે , વાધેથા સરપંચ ફળિયાની ફરિયાદ મુજબ તે તેમના મિત્રો પરેશભાઇ હરીલાલભાઇ વસાવા સાથે ગામના લગ્નપ્રસંગમા નાચતા હતા તે વખતે ધક્કામુકીમા નાચવામાં તેમનો પગ ગામના રવિનભાઈ બાબુભાઇ વસાવાને વાગી જતા બોલાચાલી થઈ હતી ત્યારબાદ રવીન નું ઉપરાણુ લઇ ત્યાં દોડી આવેલા ગીરીશભાઇ સોમાભાઇ વસાવા સાજન ને પકડી રાખી રવીને હાથમાંના પંચ વડે  માથામાં પંચ મારી ઈજા કરી ગાળો આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હોય આમલેથા પોલીસે બન્ને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:43 pm IST)