Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

બિતાડા ગામે જમીનમાં ભાગ બાબતે માથાકૂટ થતા લાકડીના સપાટા મારી ધમકી આપનાર બે વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બીતાડા ગામમાં જમીનમાં ભાગ બાબતે મારામારી થતા રાજપીપળા પોલીસે બે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી અનુસાર ચેતનભાઇ માનસીંગભાઇ વસાવા, રહે-બિતાડા ની ફરિયાદ મુજબ તેઓ ફડીયમાંથી જતા હતા ત્યારે હાનાભાઇ હિરાભાઇ વસાવા અને ખાનસીંગભાઇ હિરાભાઇ વસાવા બન્ને રહે-બિતાડા તા-નાંદોદ જી-નર્મદા તેમને મળેલા અને કહેવા લાગેલ કે મને જમીનમાં વધારે ભાગ કેમ આપતા નથી તેમ કહી ગાળા ગાળી કરી હાનાભાઈ એ ઉશ્કેરાઇ જઇ લાકડીનો સપાટો માથાના પાછળના ભાગે તથા ત્રણ સપાટા ડાબા ખભાના પાછળના ભાગે મારી ઇજા કરેલ અને ખાનસિંગભાઈ એ પણ ગમે ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:42 pm IST)