Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

આમલેથા ગામમાં આંકડા લખનાર શખ્સને રૂપિયા 845/- સાથે ઝડપી પાડતી જિલ્લા,LCB

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામમાં આંકડા લખતા એક શખ્સને એલસીબી પોલીસે પકડી ગુનો દાખલ કર્યો છે

પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા એલસીબી ટિમ પેટ્રોલિંગ માં હતી ત્યારે મળેલી બાતમીના આધારે આમલેથા ગામના વેરાઈ ફળિયામાં રહેતા સતિશભાઇ શનુભાઇ વસાવા પોતાના રહેણાંક ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં આંક ફરકના આંકડાનો જુગાર રમી રમાડી અંગ ઝડતીના રોકડા રૂપિયા ૮૪૫ / - ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ગુનો કરતા એલસીબી ટીમે તેને ઝડપી કાયદેસર કાર્યવાહી કરી હતી.

(11:39 pm IST)