Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ભરૂચ જિલ્‍લાના વાગરા તાલુકાના પખાજણ ગામની સીમમાંથી માનવ કંકાલ મળી આવ્‍યું : પોલીસે તપાસ હાથ ધરી :FSL ની મદદ લેવામાં આવી

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પખાજણ ગામની સીમમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે FSLની મદદ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પખાજણ ગામની સીમમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે FSLની મદદ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકાના પખાજણ ગામની સીમમાંથી એક માનવ કંકાલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

વાગરા તાલુકાના પખાજણ ગામની સીમમાં એક માનવ કંકાલ મળ્યો હોવાની પીપલીયા ગામના રહેવાસી દ્વારા વાગરા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ વાગરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ આદરી હતી, જ્યાં પખાજણ ગામના રહેવાસી હનીફ પટેલના ખેતરમાં આશરે 35થી 40 વર્ષની ઉંમરના માનવ કંકાલ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. વાગરા પોલીસે માનવ કંકાલનો કબજો મેળવી ખાનગી વાહન મારફતે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી ત્યારબાદ FSL માટે સુરત ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. હાલ તો પોલીસે માનવ કંકાલના વાલી વારસાને શોધવા તેમજ ઘટના પાછળનું રહસ્ય જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(11:25 pm IST)