Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

રાજયપાલ દ્વારા ગુજરાત આવેલ બન્‍ને પ્રધાનમંત્રીશ્રીનું એરપોર્ટ ખાતે સ્‍વાગત કરાયું : પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી રોડ શો પૂર્ણ કરી ગાંધીનગર ખાતે જવા રવાના થયેલ

પીએમ મોદીનું કમિટમેન્ટ જોરદાર: ડૉ.ટ્રેડ્રોસે, WHO ચીફ

અમદાવાદ: ગુજરાત આવેલ બંને પ્રધાનમંત્રીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એરપોર્ટ સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધ કારમાં જ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો રોડ શો પૂર્ણ કરી ગાંધીનગર રવાના થયા હતા.

ઉલ્લેખનીય છે કે, રોડ શોમાં લોકોની લાઈનો જોવા મળી હતી. મોદી એરપોર્ટથી લોકોનું કારમાં બેસીને જ અભિવાદન ઝીલતાં ગાંધીનગર રાજભવન રવાના થયા હતા. ત્યારબાદ મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ પણ અમદાવાદમાં રોડ શો કરી સ્થાનિકોનું અભિવાદન ઝીલીને ગાંધીનગર જવા નીકળ્યા હતા.

જામનગર ખાતે WHOના સહયોગથી પ્રાચીન ચિકિત્સા દવાઓના કેન્દ્રની સ્થાપના થવા જઇ રહી છે.ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન નામથી આકાર પામનારુ આ કેન્દ્ર જામનગર જ નહીં પણ વિશ્વ ફલક પર એક નામના મેળવશે વિશ્વભરના મોટાભાગના દર્દીઓ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે.ત્યારે જામનગરમાં પ્રધાનમંત્રી મોદીએ GCTMનું ખાતમૂહુર્ત કર્યું હતું.

WHOના મહાનિર્દેશક ડૉ.ટ્રેડ્રોસે સંબોધનની શરૂઆત ગુજરાતીથી કરી હતી. અને કહ્યું હતું કે નમસ્કાર કેમ છો બધા..ગુજરાતમાં આવીને મને બહુ મજા આવી, મારે ભારત સાથે જૂનો નાતો છે, મને હાઈસ્કૂલમાં ભારતીય શિક્ષકોએ શિક્ષણ આપ્યું, બોલિવૂડ ફિલ્મો જોઈને જ હું મોટો થયો છું.GCTMની મદદથી વિશ્વને અનેક ફાયદાઓ થશે. આ કામ માટે મોદી અને તેમની સરકારને ધન્યવાદ આપું છું. પીએમ મોદીનું કમિટમેન્ટ જોરદાર છે, આ કામ માટે તમારો ધન્યવાદ. ભારત દુનિયાને દવા પહોંચાડશે અને દુનિયાભરના દેશો હવે ભારત આવશે.

GCTMની ખાસિયત શું છે?

  • વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર
  • જામનગરથી ખંભાળીયા હાઇે પર ગોરધનપર ગામ નજીક સેન્ટર
  • 35 એકરની જગ્યામાં સાકાર થશે ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર
  • 250 બિલિયનના ખર્ચે બનશે ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર
  • ભારત ઉપરાંત 138 દેશની ટ્રેડિશનલ મેડિસિન પર રિસર્ચની કામગીરી કરાશે
  • 2024માં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનીને થશે તૈયાર
  • ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને બનાવવામાં WHOની મોટી ભૂમિકા
  • ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર WHO સાથે સંલગ્ન રહેશે
  • ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર WHOની દેખરેખમાં રહેશે
  • પરંપરાગત દવાઓને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતોને નેતૃત્વ પુરૂ પાડશે
  • દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતાની ખાતરી મળશે

ત્યારે આ કેન્દ્રમાં WHO સાથે સંકળાયેલ 140 ઉપરાંત દેશની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિનો સમન્વય કરવામાં આવશે.સમગ્ર વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનો વધુ ફેલાવો થાય તેવા પ્રયાસ કરવામાં આવશે.જામનગર ખાતે આયુર્વેદ યુનિવર્સિટી પહેલાથી જ ઉપલબ્ધ છે ત્યારે આ પહેલથી આગામી સમયમાં ભારતની પ્રાચીન ઉપચાર પદ્ધતિ વિશ્વમાં ખ્યાતી મેળવશે.

જામનગરના મહેમાન બનેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્કિટ હાઉસ ખાતે અંબાણી પરિવાર સાથે મુલાકાત કરી હતી. જામનગર સર્કિટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મુકેશ અંબાણી, અનંત અંબાણી સહિતના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. જો કે, સમગ્ર મુલાકાત મામલે સ્થાનિક વહીવટી તંત્ર કે ખાનગી સૂત્રો દ્વારા વધુ કોઈ જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. નોંધનીય છે કે, આજે અંબાણી પરિવારના મુકેશ અંબાણીનો જન્મદિવસ પણ છે.

(10:36 pm IST)