Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

અમદાવાદ જિલ્લાની માણકોલ પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશકુમાર સોલંકી ને જ્યોતિબા ફુલે શિક્ષક પારિતોષિક એનાયત

શિક્ષણ ક્ષેત્રે કર્તવ્યનિષ્ઠ અને સમર્પણ માટે પારિતોષિક અર્પણ કરીને સન્માન કરાયું.

વલસાડ: ગુજરાતમાં દેશી કે વિદેશી દારૂ પકડાઈ તે વાતમાં કોઈને નવાઈ ન લાગે. એક-બે બોટલ તો ઠીક, ટ્રકો ભરીને વિદેશી દારૂ ઝડપાયાના દાખલા છે. બીજી તરફ વલસાડ જિલ્લાની પારડી પોલીસે વિદેશી દારૂ સાથે થાઈલેન્ડ ની પાંચ યુવતીઓને ઝડપી પાડી છે. મળતી માહિતી પ્રમાણે આ પાંચેય યુવતીએ ફરવા માટે આવી હતી. પાંચેય યુવતીએ દમણ થી ફરીને પરત ગુજરાત આવી રહી હતી. આ દરમિયાન તેમની પાસેથી દારૂની બોટલો મળી આવી હતી.

આ મામલે પારડી પોલીસે કાર્યવાહી કરી છે. દમણથી સાથે લાવેલી વિદેશી દારૂની બોટલો સાથે પારડી પોલીસે આ પાંચેય વિદેશી યુવતીઓને ઝડપી લીધી હતી. તમામ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

બનાવની વિગત મુજબ સંઘપ્રદેશ દમણમાંથી ગુજરાતની હદમાં પ્રવેશતા વલસાડ જિલ્લાની પારડી પોલીસ સ્ટેશનની કલસર ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગમાં હતી. આ દરમિયાન દમણ તરફથી આવી રહેલી એક ઇકો કારને પોલીસ અટકાવી હતી. પોલીસે કારને રોકી અંદર તપાસ કરતાં કારમાં પાંચ વિદેશી યુવતીઓ સવાર હતી.

ચેક પોસ્ટ પર પોલીસે કાર અને તેમની પાસે રહેલી બેગની તલાસી લેતા યુવતીઓ પાસે રહેલી બેગોમાંથી મોંઘી બ્રાન્ડની આઠ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જે બાદમાં પોલીસે આ તમામ યુવતીઓની અટકાયત કરી હતી.

પોલીસ તમામ યુવતીઓને પોલીસ સ્ટેશન લાવી હતી. પાંચેયની પૂછપરછ કરતા યુવતીઓ થાઇલેન્ડ મૂળની હોવાની માહિતી મળી હતી. તમામ યુવતીઓ સુરત અને ભરૂચથી કાર ભાડે કરી અને દમણ સહેલગાહે આવી હતી. અહીં ખાવા-પીવાની મોજ કરીને દમણથી પરત ગુજરાત આવી રહી હતી.

તમામ પરત ફરી રહી હતી ત્યારે જ પારડીની કલર ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ દરમિયાન વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાઈ ગઈ હતી. આ વિદેશી યુવતીઓ પાસે દારૂની કોઈ પાસ કે પરમીટ નહીં મળતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. પોલીસ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલામાં 40 હજારનો વિદેશી દારૂ અને કાર સહિતને જપ્ત કરી છે.

(9:02 pm IST)