Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

સુરતમાં ત્રિદિવસીય સ્માર્ટ સીટી સમિટનો પ્રારંભ : ૧૦૦ શહેરના ડેલિગેટ્સની સમિટમાં હાજરી

પ્રથમ દિવસે ગ્રાન્ડ ઓપનીંગ અને એવોર્ડ સેરેમની યોજાઈ

સુરતઃ સુરતમાં સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજથી ૩ દિવસ સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન નેશનલ સમિટનો પ્રારંભ થયો છે. ત્રિ-દિવસીય નેશનલ સમિટનું કેન્દ્રીય મંત્રી હરિદીપસિંહ પુરીઍ ઉદ્ઘાટન કયુ હતું. આ પ્રસંગે રેલવે મંત્રી, મેયર, સાંસદ, ગૃહમંત્રી, ધારાસભ્ય વગેરે ઉપસ્થિત રહ્ના હતાં. સમિટમાં દેશના ૧૦૦ શહેરના ડેલિગેટ્સ સુરતનાં મહેમાન બન્યા છે. પ્રથમ દિવસે ગ્રાન્ડ ઓપનિંગ અને ઍવોર્ડ સેરેમની યોજાઈ હતી.

જેમાં ગુજરાતનાં ફાળે ૮ ઍવોર્ડ આવ્યા હતાં, જેમાં સુરતને ૫ ઍવોર્ડ મળતાં સુરતીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. આ ઉપરાંત અમદાવાદને ૨, વડોદરાને ૧ ઍવોર્ડ મળ્યો છે. જ્યારે ઇન્દોરને ૫ ઍવોર્ડ મળ્યાં છે. સુરત સિટી ઍવોર્ડમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે અર્બન મોબિલિટીમાં સુરતનો બીજા ક્રમ અને ઇનોવેશન આઇડિયામાં સુરતનો ત્રીજા ક્રમ આવ્યો છે.

આમ પ્રથમ દિવસે ઍવોર્ડ સેરેમનીમાં વિશેષ કામગીરી કરનારા શહેરોને સિટી ઍવોર્ડ, ઇનોવેટીવ ઍવોર્ડ અને પ્રોજેક્ટ ઍવોર્ડ સહિત ૫૧ ઍવોર્ડ અપાયા હતાં.સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજથી ત્રણ દિવસીય સ્માર્ટ સિટી, સ્માર્ટ અર્બનાઇઝેશન નેશનલ સમિટનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી હરિદીપસિંહ પુરીઍ કયુ હતું. આ સમિટિમાં દેશના વિવિધ રાજ્યના મહાનગરોમાંથી આવનારા મહેમાનોને આવકારવા રાજ્યના ડેવલપમેન્ટથી વાકેફ કરાવવા ગુજરાત પેવેલિયન તૈયાર કરાયું છે.

આ પેવેલિયનમાં રાજ્યની મુખ્ય ચાર મહાપાલિકા દ્વારા થયેલી વિકાસલક્ષી કામગીરીના મોડેલ રજૂ કરવામાં આવ્યા હતાં. જ્યારે સુરત મહાપાલિકા દ્વારા ડ્રીમ સિટી ગેઇટ તથા ગ્રીન ઓફિસ બિલ્ડિંગનું મોડેલ મૂકવામાં આવ્યું હતું અને અમદાવાદ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ અને પબ્લિક સાયકલ શેરિંગ પ્રોજેક્ટ રજૂ કરાયો હતો. રાજ્યના પાટનગર ગાંધીનગર દ્વારા રિન્યૂઍબલ ઍનર્જી અંતર્ગત સોલાર ટ્રીની કૃતિ રજૂ કરાઈ હતી.

હાલ લગભગ ૧૦૦ શહેરનાં ઍક હજાર જેટલાં ડેલીગેટ્સ સુરતનાં મહેમાન બન્યાં છે. પ્રથમ દિવસે ઍવોર્ડ સેરેમનીમાં વિવિધ કેટેગરીમાં ૫૧ ઍવોર્ડ્સ આપવામાં આવ્યા હતાં, જેમાં સુરત શહેરને પાંચ ઍવોર્ડ મળ્યા છે. સ્માર્ટ સિટી કોન્ફરન્સને લઈ હાલ સરસાણા, ચેમ્બર ઓફ કોમર્સના ડોમમાં કોન્ફરન્સ ચાલી રહી છે.

જેમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી, કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, મેયર હેમાલીબેન બોઘાવાલા, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર. પાટીલ, પાલિકાના અધિકારીઓ અને અન્ય ધારાસભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્નાં છે.

(7:33 pm IST)