Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

સાણંદ અમીરાજ કોલેજ ખોરજ ખાતે કર્મનિષ્ઠ તલાટી કમ મંત્રી હરિભાઇ જાદવનો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સરકારી વિભાગોમાં વર્ષો સુધી સેવા આપી નિવૃત્ત કર્મચારીને બીરદાવવા આખો વિસ્તાર ઉમટે ત્યારે એ વ્યક્તિ એ કાંઈક વિશેષ કર્યુ હશે એ તો સ્વીકારવું જ પડે.  હરિભાઈ જાદવ કે જેઓ સાણંદના વાસણા-ઇયાવા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે સેવા બજાવી વય મર્યાદા ના કારણે નિવૃત થયા હતા તેમનો સત્કાર સમારોહ યોજાયો. આ કાર્યક્રમમા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાનું તથા અન્ય મહેમાનોનું બાઈક રેલી સ્વરૂપે ડીજેના સંગે ઘોડે સવાર સાથે ભારતીય ભાતીગળ સંસ્કૃતિ મુજબ ભવ્ય સ્વાગત કરવામાં  આવ્યું હતું. આ કાર્યક્રમમા શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ  મેરજા, ધારાસભ્ય કનુભાઈ પટેલ, ચૈતન્ય શંભુ મહારાજ,પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ, વજુભાઇ ડોડીયા, કાંતિભાઈ લકુમ ઉપરાંત,જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગૌસ્વામી, ર્ડો જયેન્દ્રસિંહ જાદવ,પંકજસિંહ વાઘેલા,પારુબેન પઢાર,અરવિંદસિંહ વાઘેલા,ખેંગારભાઈ સોલંકી,સ્નેહલબેન શાહ  મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.તથા કાર્યક્રમ અનુસંધાને આવેલ મહાનુભાવો દ્રારા ઉદબોધન કરેલ તથા આવેલ સંતો -મહંતો દ્રારા આર્શીવચન આપેલ આ સત્કાર સમારોહ પ્રસંગે મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(6:32 pm IST)