Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

વડોદરાના મકરપુરા સહીત પાણીગેટ વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનાહમાં પકડાયેલ બે આરોપીની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી

વડોદરા: મકરપુરા અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા બે આરોપીની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં પોલીસે આરોપી જયેશ ઉર્ફે લાલો મણીલાલ ઠાકોર (રહે.શ્રમજીવી સોસાયટી, ડભોઇરોડ મૂળ રહે.વડદ, તા.ડભોઇ, જિ.વડોદરા)ની પાસા હેઠળ અટકાયત કરીને સુરત મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો છે.

જ્યારે અન્ય એક બનાવમાં પાણીગેટ  પોલીસ સ્ટેશનમાં તા.૧૩ મી એપ્રિલે વિદેશી દારૃની ૩૪૭ બોટલ અને ૧૯૨પાઉચ મળી આવ્યા હતા.પોલીસે આરોપી મહેશ ગિરીશભાઇ (રહે.મહાદેવ ચોક, કિશનવાડી) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આરોપી મહેશની પાસા હેઠળ અટકાયત કરીને પાણીગેટ પોલીસે તેને સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે.

(5:36 pm IST)