Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

વડોદરાના મકરપુરા વિસ્તારમાં દુકાનમાં થયેલ વધારાના બાંધકામને દૂર કરવા રહીશોએ ફરિયાદ નોંધાવી

વડોદરા:મકરપુરા રોડ પર ઓ.એન.જી.સી. સામે આવેલા લકી એપાર્ટમેન્ટમાં કોર્પોરેશનના બિલ્ડીંગ અને બાંધકામ શાખામાં માત્ર એપાર્ટમેન્ટ જ છે. પરંતુ અહીંના (એ અને બી) ટાવરના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનવાળાઓએ રહીશોને દાદર પરથી જવાનો રસ્તો રોકી બંને ટાવરમાં વધારાની દુકાન બનાવી છે. જેને કારણે રહીશોને દાદર નીચેથી જવું પડે છે. દાદર નીચેના ભાગમાં બધાં મકાનોના વિજળીના મીટરો મુકવામાં આવ્યા છે. આ મીટરોમાં કોઈ કારણસર આગ લાગે તો બંને ટાવરના લોકોને સલામત રીતે બહાર જવાનો રસ્તો બંધ થઈ જાય છે. આ અંગે લકી એપાર્ટમેન્ટના અગ્રણી હસમુખ પાઠકએ મ્યુનિસિપલ કમિશનર તેમજ મુખ્યમંત્રીને પત્રો લખ્યા છે. જો કારેલીબાગ મહાલક્ષ્મી કોમ્પલેક્ષ જેવી હોનારત થાય તો કોઈપણ વ્યકિત બચી શકે તેમ નથી. પાલિકા તાત્કાલિક ધોરણે તપાસ કરી યોગ્ય પગલાં લે તે જરૂરી છે.

(5:35 pm IST)