Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

વડોદરા:પાંચ વર્ષ સુધી પરિણીતાને પત્ની તરીકે રાખી પ્રેમીએ છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

વડોદરા: પરિણીત મહિલાને અન્ય યુવક સાથે ફેસબુકના માધ્યમથી પ્રેમ સંબંધ પાંગર્યા બાદ પતિ પાસે છુટાછેડાની માંગ કરી છેલ્લા પાંચ વર્ષ સુધી પ્રેમીની પત્ની તરીકે રહ્યા બાદ યુવકને અન્ય કોલગર્લ સાથે પ્રેમ થઈ જતા પરિણીતાને તરછોડી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાથી પીછો છોડાવવા પ્રેમીએ અંગતપળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, સાવલી ખાતે રહેતી 40 વર્ષીય મહિલા લીલાબેન ( નામ બદલ્યુ છે ) ના લગ્ન 25 વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ બીલીમોરા ખાતે થયા હતા. જેમાં સંતાનમાં એક દીકરો છે. જ્યારે એક દીકરીનું બીમારીમાં નિધન થયું હતું. તેમના પતિ બેકાર હોય ઘરે જ રહેતા હતા. આ દરમિયાન ફેસબુકના માધ્યમથી મહિલાનો પરિચય ડભોઇ ખાતે રહેતા જીગ્નેશભાઈ નામના વ્યક્તિ સાથે થયો હતો. ત્યારબાદ મહિલા અને જીગ્નેશભાઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધતા હતા. દીકરીના નિધન બાદ પતિ બેકાર બનતા તેમણે જીગ્નેશભાઈને રજૂઆત કરી હતી. જેથી જીગ્નેશભાઈ એ જણાવ્યું હતું કે, તમે પરિવાર સાથે સાવલી આવતા રહો હું તમારી રહેવાની સગવડતા કરાવી દઉં છું અને તારા પતિને નોકરીની વ્યવસ્થા કરી આપું છું. આ અંગે લીલાબેને પતિને જીગ્નેશભાઈ સાથેના પોતાના પ્રેમ સંબંધ વિશે જાણ કરી સાવલી રહેવા જવાની વાત કરતા પતિએ સહમતી દર્શાવી હતી. ત્યારબાદ અવારનવાર મહિલા અને જીગ્નેશભાઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધતા રહ્યા હતા. આ વાતની જાણ જીગ્નેશભાઈના પરિવારને થતાં તેઓએ લીલાબેનના પતિને બોલાવ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે મારી પત્ની મને છૂટાછેડા આપીને જીગ્નેશ સાથે લગ્ન કરવા ઈચ્છે છે મને કોઈ વાંધો નથી. જેથી ઉશ્કેરાયેલા જીગ્નેશભાઈના સંબંધીઓએ જણાવ્યું હતું કે, તારી પત્નીને લઈને જતો રહે નહીંતો કાપીને કેનાલમાં ફેંકી દઈશું. ઘટના બાદ મહિલાએ આખી રાત વડોદરા રેલવે સ્ટેશન પર વિતાવી હતી. પરંતુ જીગ્નેશ ના આવતા તેમણે ડભોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સમાધાન થયું હતું.

(5:34 pm IST)