Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

વડોદરા નજીક વાઘોડિયા તાલુકામાં યુગલના બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અરેરાટી મચી જવા પામી

વડોદરા:નજીક વાઘોડિયા તાલુકામાં આજે સવારે એક યુગલના બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા લોકોના ટોળા જામ્યા હતા. વાઘોડિયા તાલુકાના ગોરજ આશ્રમ નજીક થી પસાર થતી કેનાલમાં આજે સવારે એક ગ્રામજને મહિલા યુવક અને યુવતીનો મૃતદેહ જોતા ગ્રામજનોને જાણ કરી હતી. બનાવના સ્થળે એકત્રિત થયેલા લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે વડોદરા ફાયરબ્રિગેડની મદદ લીધી હતી. ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમે સ્થળ પર જઇ બન્ને મૃતદેહો બહાર કાઢ્યા હતા. યુવક અને યુવતીના મૃતદેહના કેટલાક ભાગ ખવાઈ ગયા હતા તેમજ દોરીથી બંધાયેલા હતા. જેથી બન્ને જણાએ દોરીથી પોતાને બાંધી આત્મહત્યા કરી હોવાનું મનાય છે. પોલીસે બન્નેની ઓળખ માટે આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે ‌

(5:33 pm IST)