Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

વડાપ્રધાન મોદીને મળતા મંત્રી મુકેશ પટેલઃ ઉર્જા વિભાગની યોજના-કાર્ય અંગે ચર્ચા

ગુજરાત ઉર્જા અને કૃષિ રાજ્‍યમંત્રીશ્રી મુકેશ પટેલે ગઇ કાલે રાજભવન ગાંધીનગર ખાતે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની શુભેચ્‍છા મુલકાત લીધેલ તે પ્રસંગની તસ્‍વીર

રાજકોટ,તા. ૧૯ : ગઇ કાલે ગાંધીનગર રાજભવન પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી સાથે રાજ્‍ય મંત્રીશ્રી, મુકેશભાઇ પટેલની શુભેચ્‍છા મુલાકાત દરમ્‍યાન ઉર્જા વિભાગના મુદ્દાઓની ચર્ચા થઇ હતી.
ગુજરાત રાજ્‍યમાં નવીન મંત્રીમંડળ બન્‍યા બાદ મને ફાળવવામાં આવેલ કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગ અંગે વિસ્‍તૃત ચર્ચા કરવામાં આવી. ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગ હેઠળ રીન્‍યુએબલ એનર્જીમાં ગુજરાત કોમ્‍પોનન્‍ટસ મેન્‍યુફેકચરીંગ હબ બને તે બાબતે વિસ્‍તૃત ચર્ચા કરી.  રીન્‍યુએબલ એર્ન્‍જી માટે ગુજરાતમાં ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગા વોટનું ઉત્‍પાદનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા તથા ગુજરાતની ચારની સરકારી કંપનીઓમાં શ્રેષ્‍ઠ કામગીરીની માહિતી આપવામાં આવેલ તેમ મુકેશ પટેલ જણાવે છે.
પાવર સેકટરમાં ગુજરાત ડીસ્‍કોમ્‍સની ચાર કંપનીઓની કામગીરીમાં વધુ સુધારો કરી નવિન ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર સાથે એફીસયન્‍સી વધારવા તથા નાગરિકોને શ્રેષ્‍ઠ સુવિધાઓ મળે તેવું માળખુ ગોઠવવા માટે ચર્ચા થઇ. અનઓર્ગેનાઇઝ ઝીંગા ફાર્મિંગ કરતા માછીમારોને સહકારી (કો-ઓપરેટીવ) માળખા સાથે સાંકળી ઝીંગા ફાર્મિંગને (અમુલ પેટર્ન પ્રમાણે) ગામે ગામ સહકારી મંડળી બનાવી તે મંડળીઓનું એક ફેડરેશન બનાવવામાં આવે તેવું માળખુ ઉભુ કરવા પણ ચર્ચા થઇ હતી.
ઓલપાડ વિસ્‍તારમાં કાર્ય
૧૫૫ઓલપાડ વિધાનસભા મત વિસ્‍તારમાં હાલ ૧૦,૯૨૨ વિધવાઓને પેન્‍શન આપવામાં આવે છે. તે પૈકી ૮૦૦ વિધવાને પેન્‍શનનો ઓર્ડર આપી એશીયન બુક અને ગોલ્‍ડન બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં નોંધ થયેલ છે તે બાબતે ચર્ચા થઇ. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૯૩૯૫ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્‍યો છે. (૨૨.૪૮)

 

(3:56 pm IST)