Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ભાજપ સરકાર સામે મક્કમતાથી લડવા અમરેલીમાં કોંગ્રેસનો નિર્ધાર

નવનિયુકત સભ્‍યોને નિમણુંક ઓર્ડર અપાયા : પરેશભાઇ ધાનાણી, પ્રતાપભાઇ દુધાત, કે.ડી. રૈયાણી સહિતનાની ઉપસ્‍થિતી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૯: અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી દ્વારા નવ નિયુક્‍ત જિલ્લા કારોબારી ના હોદ્દેદાર ઓને હોદ્દાઓના નિમણુંક ઓર્ડર સુપ્રત કરવા-હોદ્દેદાર ઓને સન્‍માનિત કરવા અને આવનારી વિધાનસભા ચૂંટણી માં અમરેલી જિલ્લા ના હોદ્દેદાર ઓ એ સમગ્ર જિલ્લા માં કોંગ્રેસ પક્ષના પ્રચાર પ્રસાર માટે સક્રિયતા થી કેવી રીતે કામગીરી કરવી તે ચર્ચા વિચારણા માટે ની ‘અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ -વિસ્‍તૃત કારોબારી મીટીંગ'નું અંટાળીયા મહાદેવ મંદિર,તાલુકો -લીલીયા જી.અમરેલી ખાતે આયોજન થયું હતું.

આ મીટીંગમાં અમરેલી જિલ્લા નવનિયુકત હોદેદારોને નિમણુંક પત્ર એનાયત કરી કોંગ્રેસની વિચારધારાને આગળ ધપાવવા એકસુર પુરાયો હતો. આ મીટીંગમાં આવનાર ચુંટણીમાં સૌ કોંગ્રેસીઓએ એક થઇ આ મોંઘવારીનો ડામ પર ડામ આપતી ભાજપ સરકાર સામે મકકતાથી સામનો કરવા નકકી કરાયું હતું, અમરેલી જિલ્લામાં કોંગ્રેસ તરફ માહોલ જોવા મળી રહયો હોય કોંગ્રેસના તમામ કાર્યકરો દીલ દઇ કામ કરે તો ફરી પાંચેય વિધાનસભા કોંગ્રેસ જીતી શકે તેમ છે. ઉપરાંત આગામી દિવસોમાં ભાજપની અણઘડ નિતીના કારણે પ્રજા જે હાલાકી ભોગવી રહી છે તેની સામે કોંગ્રેસના ચારેય ધારાસભ્‍યો ગાંધી ચિંઘ્‍યા રાહે આક્રમતાથી વિરોધ કરશે.

હાલમાં રેતી ઉપાડવાની શેત્રુંજીમાંથી હજુ સુધી મંજુરી મળી નથી, જે બાબતે કોંગ્રેસના ચારેય ધારાસભ્‍યોએ અવાર નવાર સરકારમાં રજુઆતો કરી છે, છતા આ નિંભર સરકાર કોઇ કાર્યવાહી કરતી નથી. જેમ ગાંધીજીએ મીઠાના સત્‍યાગ્રહમાં સવિનય કાનુન ભંગ કર્યો હતો તેવી જ રીતે કોંગ્રેસના ચારેય ધારાસભ્‍યો, ખેડુતો તથા તમામ કાર્યકરો શેત્રુંજીમાંથી રેતી ઉપાડી આ સરકારનો વિરોધ કરશે.

આ મીટીંગમાં પૂર્વ નેતા વિપક્ષ અને અમરેલીના ધારાસભ્‍ય   પરેશભાઈ ધાનાણી,સા.કુ.- લીલીયાના ધારાસભ્‍ય  પ્રતાપભાઈ દુધાત, જિલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણી, પુર્વ ધારાસભ્‍ય  ઠાકરશીભાઇ મેતલીયા, પ્રદેશ પ્રતિનિધિ સુરેશભાઇ કોટડીયા, પીસીસી ડેલીગેટ અરવિંદભાઇ સીતાપરા, પુર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંભુભાઇ દેસાઇ, ચંદ્રેશભાઇ રવાણી, જિલ્લા પંચાયત વિપક્ષ નેતા પ્રભાતભાઈ કોઠીવાળ, જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ રવજીભાઇ વાઘેલા, અરવિંદભાઇ સીતાપરા,  રફીકભાઈ મોગલ, કે.કે. વાળા, દલસુખભાઇ દુધાત, ટીકુભાઈ વરૂ, અનકભાઇ વાળા, અમરેલી તાલુકા પ્રમુખ મનીષભાઈ ભંડેરી, બાબરા તાલુકા પ્રમુખ જસમતભાઇ ચોવટીયા, લીલીયા તાલુકા પ્રમુખ ખોડાભાઇ માલવીયા,  સાવરકુંડલા તાલુકા પ્રમુખ મનુભાઇ ડાવરા, રાજુલા તાલુકા પ્રમુખ ગાંગાભાઇ હડીયા, ખાંભા તાલુકા પ્રમુખ ભરતભાઇ સખવાળા, ધારી તાલુકા પ્રમુખ રવીભાઇ હિરાણા, બગસરા શહેર પ્રમુખ ચિરાગભાઇ પરમાર, ધારી શહેર પ્રમુખ ડી.બી.ભારોલા, ચલાલા શહેર પ્રમુખ વિશાલ માલવીયા, સાવરકુંડલા શહેર પ્રમુખ કનુભાઇ ડોડીયા, હસુભાઇ સુચક, અમરેલી શહેર પ્રમુખ સંદીપભાઇ પંડયા, ઓ.બી.સી. સેલ પ્રમુખ રમેશભાઇ ગોહિલ, જિલ્લા કિસાન સેલના પ્રમુખ સત્‍યમભાઇ મકાણી,જિલ્લા માયનોરીટી સેલના રસુલભાઇ કુરેશી, જિલ્લા વિશ્‍વકર્મા સેલના જગદીશતભાઇ વ્‍યાસ, જનમિત્ર સેલના હાર્દિકભાઇ કાનાણી, સોશ્‍યલ મિડીયા સેલના શરદભાઇ મકવાણા, સેવાદળ સેલના મયુરભાઇ ત્રિવેદી તેમજ નવનિયુકત જિલ્લા કારોબારીના પ્રમુખ ઓ, મહામંત્રી ઓ, મંત્રી ઓ, સંગઠન મંત્રી ઓ તથા કારોબારી સભ્‍યો સહિતના કોંગ્રેસના બહોળી સંખ્‍યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા.

 સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા મહામંત્રી જનકભાઇ પંડયા, પ્રવીણભાઇ કમાણી, વિપુલભાઇ પોંકીયા, જગદીશભાઇ તળાવીયા, કેતનભાઇ વામજાએ જહેમત ઉઠાવી હતી.

(1:24 pm IST)