Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

મોદીએ માતા હિરાબા સાથે ટેલિફોન પર વાતચીત કરીઃ ખબર અંતર પુછયા

અમદાવાદ, તા.૧૯: વડાપ્રધાન  નરેન્‍દ્રભાઇ મોદી  બનાસડેરીના સણાદર પ્‍લાન્‍ટનું ઉદ્વઘાટન કરવાના છે. જેમાં બે લાખ કરતા વધુ પશુપાલક બહેનો કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. ત્‍યારે બનાસકાંઠામાં જતા પહેલા પોતાના વ્‍યસ્‍ત શિડ્‍યુલમાંથી સમય કાઢીને તેમણે માતા હિરાબાને ફોન કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ માતા હિરાબા સાથે ટેલિફોનિક વાત કરી હતી. માતાના ખબર-અંતર પૂછી પ્રધાનમંત્રી મોદીએ પરિવારજનો સાથે પણ વાત કરી હતી. માતાની તબિયતની જાણકારી PM એ મેળવી.

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી બનાસકાંઠાની મુલાકાતે છે અને બનાસકાંઠાને ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદી ૬૦૦ કરોડના ખર્ચ બનેલા બનાસ ડેરીના વિવિધ પ્રકલ્‍પોનું લોકાર્પણ કરવાના છે. આ ઉપરાંત બનાસ રેડિયોનું પણ ઉદઘાટન કરશે. તથા પીએમ મોદી પોતાનો સંદેશ પણ રેકોર્ડ કરાવશે.(

(11:14 am IST)