Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

નર્મદા જિલ્લાના આયુષ તબીબને સમાન હક તથા અન્યાય કાયમી ધોરણે દૂર કરવા કલેક્ટરને આવેદન અપાયું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા :  કેન્દ્ર સરકારમાં આયુષ વિભાગના તબીબી ને એમ . બી . બી . એસ . તબીબોની માફક તમામ હક્ક અને લાભો સમાન ધોરણે આપવામાં આવે છે , સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓમાં આયુષ વિભાગના તબીબી ને એમ.બી.બી.એસ , તબીબોની માફક સમાન પગારધોરણ , ભથ્થાંઓ અને અન્ય હક આપવા જણાવવામાં આવેલ છે .

 તાજેતરમાં રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના એલોપથીક તબીબોને કેન્દ્ર સંસ્કારના સાતમા પગાર પંચ મુજબ નોન પ્રાઇવેટ પ્રેકટીમિંગ એલાઉન્સ આપવા માટેના હુકમો કરવામાં આવ્યા છે . પરંતુ આયુષ વિભાગના તબીબો માટે આજ દિન સુધી આ પ્રકારના હુકમ કરવામાં આવ્યા નથી . આ મુદ્દે આરોગ્ય મંત્રી,નાણામંત્રી તથા સરકારમાં સંલગ્ન વિભાગના સચિવોને વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી છે પરંતુ આજદિન સુધી હુકમ થયેલ નથી આયુષના તબીબોને હળહળતો અન્યાય કરી ઓરમાયું વર્તન કરવામાં આવે છે જેનાથી તબીબોમાં રોષ મિશ્રીત હતાશા અને નિરાશાની લાગણી પ્રવર્તે છે.આ ઉપરાંત આયુષના તબીબો ને એક સમાન કેડર , બઢતી , ઉચ્ચતર પગાર ધોરણ અને વય નિવૃત્તિ મર્યાદામાં પણ અન્યાય કરવામાં આવેલ છે . આથી , આપ આયુષ તબીબોને બંધારણના આર્ટીકલ 14 પ્રમાણે સમાન હક્કો આપી અન્યાય દૂર કરી પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવો તેમ જણાવાયું છે.

(12:11 am IST)