Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

જીતગઢ ગામે લગ્નમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી, પંચ મારી ઇજા કરતાં 04 સામે ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના જીતગઢ ગામમાં લગ્નમાં ફટાકડા બાબતે માથાકૂટ થતા એક શખ્સને ચાર વ્યક્તિઓ એ માર મારતા રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો

મળતી માહિતી મુજબ દિલીપભાઈ જવાનસિંગ વસાવા રહે.જીતગઢ નાઓ ગામમાં લગ્નનો વરધોડો જોવા ગયેલ અને વરધોડા વાળાને ફટાકડા દુર ફોડવા માટે જણાવેલ તે વખતે મુકેશભાઈ જેતીભાઈ વલવી આવી જણાવેલ કે તુ મને ફટાકડા ફોડ વાની ના પાડવા વાળો કોણ તેમ કહી જગડો કરેલ અને તેનુ ઉપરાણુ લઇ ચિરાગભાઈ મુકેશભાઈ વલવી નાઓ આવેલ અને તેણે તેના હાથમાનુ પંચ દિલીપભાઈના માથાના પાછળના ભાગે મારી ઈજા કરી નિચે પાડી મુકેશભાઈ જેતીભાઈ વલવી,  ચિરાગભાઈ મુકેશભાઈ વલવી, મનિષભાઈ મુકેશભાઈ વલવી તથા પ્રમિતભાઈ મુકેશભાઈ વલવી નાઓએ ઢીકા પાટુનો માર મારી શરીરે ઓછી - વતી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતા રાજપીપળા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(12:10 am IST)