Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

સુંદરપુરા માર્ગ ઉપર સાઇકલ સવાર ને ટક્કર મારી મોતને ઘાટ ઉતારનાર અજાણ્યા વાહન ચાલકને PSI એમ.બી.વસાવા એ શોધી કાઢ્યો

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, નર્મદા નાઓની સુચના તેમજ એસ.જે.મોદી નાયબ પોલીસ અધિક્ષક તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામાં અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક કામગીરી કરવા સુચના મળતા રાજપીપલા પો.સ્ટે.માં અકસ્માત મોતનો ગુનો દાખલ થયેલ જે ગુનામાં મરનાર જીતગઢ ગામેથી સાયકલ લઇ પોતાના ઘરે સુંદરપુરા ગામે આવવા માટે નીકળેલ તે વખતે રાત્રીના સમયે કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી બિપીનભાઇ દુર્ગાદાસભાઇ વસાવા રહે , સુંદરપુરા નાઓની સાયકલ સાથે એક્સીડન્ટ કરી ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નીપજાવી પોતાનું વાહન લઇ નાસી ગયો હતો આ ગુનાની તપાસ પો.સ.ઇ. એમ.બી.વસાવા રાજપીપલા પો.સ્ટે.નાઓ કરી રહેલ હોય જે ગુનામાં અજાણ્યા વાહન ચાલક બાબતે લોકોના નિવેદનોને આધારે બનાવ સમયે એક પીકઅપ ગાડી આ રસ્તા પરથી પસાર થયેલ હોવાનું જાણવા મળેતા તે આધારે આ પીકઅપમાં પેસેન્જરો ભરેલ હોવાની હકીકત પણ મળતા નર્મદા કંટ્રોલરૂમ ખાતેના  સી.સી. ટી.વી. ફુટેજ મેળવી એક્સીડન્ટ કરનાર વાહન પીકઅપ ગાડી નં . GJ - 22 - U - 0919 જુનારાજ ખાતે જે તે દિવસે આવેલ અને ત્યાં હોવાની હકીકત મળતા આ ગુનામાં ગૂરૂજીભાઇ ભાદરભાઇ વસાવા,રહે , કમોદીયા બુંદા ફળિયુ તા.નાદોદ જિ.નર્મદા નાઓને પુછપરછ કરતા પોતે ગુનાની કબુલાત કરતા હોય તેની અટક કરી આગળની કાર્યવાહી કરી અનડીટેક્ટ ફેટલનો ગુનો ડીટેક્ટ કર્યો હતો.

(12:09 am IST)