Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ડેડીયાપાડા વિસ્તારના બુટલેગરને પાસામાં અમરેલી જિલ્લા જેલમાં ધકેલતી LCB, નર્મદા તથા ડેડીયાપાડા પોલીસ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા :  પ્રશાંત ઝુંબે , પોલીસ અધિક્ષક , નર્મદાનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો દ્વારા આચરવામાં આવતી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સખત અટકાયતી પગલા લેવાની સુચના અને માર્ગદર્શન મુજબ ડેડીયાપાડા પો.સ્ટે . વિસ્તારનો નામચીન ઇગ્લીશ દારૂનો ધંધો કરતો વનરાજ ઉર્ફે ભુરીયો ભરતભાઇ આર્ય રહે . પારસી ટેકરા , ડેડીયાપાડા તા.ડેડીયાપાડાનાનો ઇગ્લીશ દારૂની હેરફેરમાં પકડાયેલ હોય અને તેની અસામાજીક પ્રવૃતિઓ છોડતો ન હોવાથી તેના વિરૂધ્ધ નોંધાયેલ ગુનાને ધ્યાને રાખી ડેડીયાપાડા પોલીસ દ્વારા તેના વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા વનરાજ આર્ય ની પ્રવૃતિને ધ્યાને રાખી પાસા હેઠળ અટકાયત કરી અમરેલી જીલ્લા જેલ ખાતે રાખવાનો હુકમ કરતાં પોતાની અટકાયત ટાળવા સારૂ એક યા બીજા સ્થળે લપાતો - છુપાતો નાસતો ફરતો હોય જેની હકીકત મેળવી એલ.સી.બી. તથા ડેડીયાપાડા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી  વનરાજ આર્યને ઝડપી લઇ જરૂરી પોલીસ જાપ્તા સાથે અમરેલી જીલ્લા જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.

(9:56 am IST)