Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

પ્રા. શિક્ષણાધિકારી ની ઉપસ્થિત માં વરખડ ગામની શાળામાં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા :  તા.18-4-2022ના રોજ પ્રા.શાળા વરખડ નો 160મો શાળા સ્થાપના દિન ખૂબ જ ધામધૂમથી  ઉજવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે તા18.04.1863 ના રોજ પ્રાથમિક શાળા વરખડની સ્થાપના ગાયકવાડી રાજ્યમાં થઈ હતી. ત્યારે આ મહોત્સવમાં શાળાના બાળકો દ્વારા સુંદર સાંકૃતિક કાર્યક્રમો ની રજૂઆત કરી હતી. તેમજ શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ સરકારી નોકરી મેળવી હોય કે કોઈ ઉત્કૃષ્ટ સિધ્ધિ મેળવી હોય તેમનું પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને તેઓએ કઈ પરિસ્થીતમાં શિક્ષણ મેળવ્યું અને શાળા ઇતિહાસ વિશે વાત કરી હતી વિધાર્થીઓ દ્વારા રજૂ થયેલ કૃતિઓ માટે 4000 નું ઈનામ મેળવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રીમલબેન પાટણવાડીયા બી.આર.સી ચિરાગભાઈ માપરા, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ સુનિલભાઈ ચાવડા, મંત્રી અનિલભાઈ વસાવા, બીટ નિરીક્ષક કલ્પેશ ભાઈ મહાજન , ગામના સરપંચ તેમજ એસ.એમ.સીના અધ્યક્ષ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને દીપાવ્યો હતો. સાથે 300 થી વધારે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં અશોકભાઈ પટેલ અને જયેશભાઈ પટેલે  તિથિ ભોજન કરાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય વંદનાબેન વસાવાએ અને શાળાના વિધાર્થી પ્રદીપ વસાવે કર્યું હતું. આ કાર્યક્રમ માં પ્રવાસી શિક્ષક મિહિર ભાઈ અને હર્ષિતા બેને સિંહ ફાળો આપ્યો હતો. ગામના લોકો અને વિધાર્થીઓએ પ્રેરણા મળે તેવું માર્ગદર્શન સૌ એ પૂરું પાડ્યું હતું.

(11:59 pm IST)