Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

અરવલ્‍લી જિલ્‍લાની પોલીસની કામગીરી વારંવાર ચર્ચામાં જોવા મળે છે : મયૂર પાટિલ જ્યારે અરવલ્લી જિલ્લા પોલીસ વડા તરીકે હતા ત્યારે તેઓ બદલીઓ કરવામાં માસ્ટર હતા ત્યારબાદ સંજય ખરાત આવતા જ ભ્રષ્ટ અને પોલીસની છવી ખરાબ કરતા અધિકારીઓ પર સસ્પેન્ડ કરવાનો ચાબૂક ચલાવ્યો

અરવલ્લી જિલ્લામાંથી સસ્પેન્ડ કરાયેલા મોટાભાગના પોલીસ કર્મચારી અને અધિકારી દારૂ સાથે જ સંકળાયેલા છે

અરવલ્લી : અરવલ્લી જિલ્લા પોલીસની કામગીરી હંમેશાં ચર્ચાઓમાં રહી છે. મયૂર પાટિલ જ્યારે અરવલ્લી જિલ્લા પોલીસ વડા તરીકે હતા ત્યારે તેઓ બદલીઓ કરવામાં માસ્ટર હતા ત્યારબાદ સંજય ખરાત આવતા જ ભ્રષ્ટ અને પોલીસની છવી ખરાબ કરતા અધિકારીઓ પર સસ્પેન્ડ કરવાનો ચાબૂક ચલાવ્યો. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 1 વર્ષ અને 8 મહિનામાં 24 જેટલા પોલીસ અધિકારીઓ અને પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાંથી વિજયકુમાર છનાભાઈ બે વખત સસ્પેન્ડ થવા છતાં સુધરવાનું નામ નથી લેતો તેવી પોલીસ બેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે.

જિલ્લાની સરહદ રાજસ્થાનથી જોડાયેલી છે ત્યારે કેટલાક પોલીસ કર્મચારીઓની બુટલેગરો સાથે સાંઠગાંઠ તો દારૂને ખેપ મારવા તેમજ પોલીસને છાજે નહીં તેવી કામગીરીનીમાં સંડોવણી સામે આવતા જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે 24 જેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.

અરવલ્લી જિલ્લામાંથી સસ્પેન્ડ કરાયેલા મોટાભાગના પોલીસ કર્મચારી અને અધિકારી દારૂ સાથે જ સંકળાયેલા છે, જેમાં દારૂની હેરાફેરમાં સંડોવણી, નશાની હાલતમાં જીપ હંકારવી સહિત પોલીસની છાપ ખરાબ કરવાના કારણોસર જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સસ્પેન્ડ કર્યા છે.

સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારીઓમાં PI, PSI, કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.

છેલ્લા દોઢ વર્ષમાં સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારીઓને અને કર્મચારીઓની યાદી

આર.એસ.તાવિયાડ - પો.ઈ.

મહેશસિંહ ભુપેન્દ્રસિંહ - અ.લો.ર

વિજયકુમાર છનાભાઈ - અ.લો.ર

અલ્પેશકુમાર સુરેશભાઈ - અ.લો.ર

સતિષકુમાર દિપસિંહ - અ.લો.ર.

રોહિતકુમાર પ્રવિણભાઈ - અ.હે.કો.

મમતાબેન છોટાલાલ - વુ.આ.લો.ર.

રાયચંદભાઈ રત્નાભાઈ - એ.એસ.આઈ.

જીજ્ઞેશકુમાર બચુભાઈ - આ.હે.કો.

શંકરભાઈ સોમભાઈ - એ.એસ.આઈ.

અનિલકુમાર બદાભાઈ - અ.હે.કો.

એન.એમ.સોલંકી - પો.સ.ઇ.

ઇમરાનખાન નજામીયા - અ.હે.કો.

પ્રમોદચંદ્ર સુખદેવપ્રસાદ - આ.હે.કો.

અતુલકુમાર ઘેલાભાઈ - અ.લો.ર.

શૈલેષકુમાર માવજીભાઈ - અ.લો.ર.

સી.કે.પંચાલ - જુ.કા.

આર.કે.પરમાર - પો.ઈ.

બી.એલ.રોહિત - પો.સ.ઈ.

પી.ડી.રાઠોડ - પો.સ.ઈ.

ઇન્દ્રપાલસિંહ દિલીપસિંહ - આ.હે.કો.

એચ.જી.ખરાડી - હા.પો.સ.ઇ.

કૌશિકકુમાર મંગળાભાઈ - અ.હે.કો.

વિજયકુમાર છનાભાઈ - અ.લો.ર.

બે પોલીસ કર્મચારીઓ પર હજુ લટકતી તલવાર

હાલમાં જ ધનસુરા પંથકમાં બે પોલીસ કર્મચારીઓની બુટલેગર સાથેની સાંઠગાંઠનો વીડિયો સામે આવ્યો હતો, જેને લઇને જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે તપાસના આદેશ કરી દીધા છે, ત્યારે પોલીસનું નાક કાપતા આવતા કેટલાક અધિકારીઓ અને કોન્સ્ટેબલને જિલ્લા પોલીસ વડાએ પહેલેથી જ સસ્પેન્ડ કરી દીધા છે, ત્યારે નવા બે નામ પણ ઉમેરાય તો નવાઇ નહીં. હાલ તો આ સમગ્ર મામલે Dy.SP. ભરત બસિયા તપાસ કરી રહ્યા છે.

 

(11:44 pm IST)