Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

સુરતમાં કપલ બોકસ મામલે પોલીસ આક્રમક : સુરત સિટી એલસીબી ઝોન 3 ની ટીમના એએસઆઇ રોહિત યોગેશ અને તેમની ટીમે વેસુ વીઆઇપી રોડ સ્થિત કેનાલ વોક શોપર્સ નામના બીજા માળે દુકાન નં. 121 અને 122 માં કિ એન્ડ કા નામની રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી: રેસ્ટોરન્ટમાં 8 થી 10 જેટલા કપલ બોક્સ મળી આવતા માલિક અભિષેક રાજેશ ગોસ્વામી વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો ઉમરા પોલીસમાં નોંધાવી ધરપકડ કરી હતી

કપલ બોકસ ચાલે છે તેના ઉપર કાર્યવાહી થશે

સુરત : સુરત  જિલ્લાના પાસોદરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનું સરાજાહેર ગળું કાપી હત્યા કરવાની હિચકારી ઘટના બાદ સુરત સિટી વિસ્તારમાં કપલ બોક્સ બંધ કરાવવાની માગ ઉઠી હતી. બીજી તરફ કપલ બોક્સમાં અશ્લીલ કૃત્યો અને નશીલા પદાર્થના સેવન સહિતની અસામાજીક પ્રવૃત્તિઓ થઇ રહી હોવાથી જે તે વખતે પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન સુરત સિટી એલસીબી ઝોન 3 ની ટીમના એએસઆઇ રોહિત યોગેશ અને તેમની ટીમે વેસુ વીઆઇપી રોડ સ્થિત કેનાલ વોક શોપર્સ નામના બીજા માળે દુકાન નં. 121 અને 122 માં કિ એન્ડ કા નામની રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી.

રેસ્ટોરન્ટમાં 8 થી 10 જેટલા કપલ બોક્સ મળી આવતા માલિક અભિષેક રાજેશ ગોસ્વામી વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો ઉમરા પોલીસમાં નોંધાવી ધરપકડ કરી હતી. સુરતના વેસુ વીઆઇપી રોડ સ્થિત કેનાલ વોક શોપર્સમાં કિ એન્ડ કા રેસ્ટોરન્ટની આડમાં ચાલી રહેલા કપલ બોક્સ પર એલસીબી ઝોન 3 ની ટીમે દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત જિલ્લાની અંદર જે રીતે ગ્રીસ્મા હત્યા કેસ સામે આવ્યો ત્યારબાદ ગુજરાત પોલીસે તમામ શહેરો અને જીલ્લાની અંદર સૂચના આપવામાં આવી હતી.

કપલ બોક્સ જ્યાં ચાલે છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે કારણ કે આરોપી હતો તે કપલ બોક્સ ચલાવતો હતો. કપલ બોક્સ ચલાવતા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં હતી ત્યારબાદ સુરત શહેર પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારોની અંદર ચાલતા કપલ બોક્સ ઓફિસ બંધ કરવાની માગ કરવામાં આવી હતી . ત્યારબાદ એક પછી એક આવા કપલ બોક્સને તોડી પાડવામાં આવ્યા હતા.

ફરીથી કેટલાક આવા કપલ બોક્સ શરૂ કરતાની સાથે જ ઉમરા પોલીસે આવા કપલ બોક્સ ચલાવતાં ઈસમ સામે કેસ કરવામાં આવ્યો હતો અને સૂચના પણ આપવામાં આવી છે કે આ રીતના કપલ બોક્સ ફરીથી શરૂ કરશે તો આવનારા દિવસોની અંદર પોલીસ દ્વારા સતત કામગીરી કરી અને કપલ બોક્સને તોડી પાડી અને તેમના જે સંચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

(11:27 pm IST)