Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

મ્‍યુનિ. અધિકારી કર્મચારીઓને મળતા પેટ્રોલ એલાઉન્‍સમાં વધારો કરાયો સ્‍ મ્‍યુ. એ તા. ૧ એપ્રિલ થી જ વધારો અમલમાં મુકયો

મ્યુનિ કર્મચારી-અધિકારીઓને અપાતા પેટ્રોલ એલાઉન્સમાં પ્રતિ 1.10 લીટરના 119 અપાશે: 30 માર્ચે શહેરમાં પેટ્રોલના ભાવ 100ને પાર

 (અમદાવાદ): રાજ્યમાં પેટ્રોલના ભાવ ઘટીને 95 રૂપિયે લીટર થઈ ગયા હતા.

ત્યારે અચાનક માર્ચ મહિનાની અંતિમ તારીખથી પેટ્રોલના ભાવ 100ને પાર ગયા બાદ હાલ પેટ્રોલની કિંમત 105 રૂપિયે લીટર થઇ ગઇ છે. ત્યારે મ્યુનિ દ્વારા તેના કર્મચારીઓને અપાતા પેટ્રોલ એલાઉન્સમાં પણ 7નો વધારો કરાયો છે. તેની સાથે મ્યુનિ કર્મચારીઓને પ્રતિ 1.10 લીટર પેટ્રોલ પેટે નવા એલાઉન્સ મુજબ એપ્રિલ માસમાં 119.47 એલાઉન્સ અપાશે.

જોકે પેટ્રોલના તા.30 માર્ચે ભાવ વધ્યાના બીજા જ દિવસથી એટલે કે 1 એપ્રિલથી પેટ્રોલ એલાઉન્સમાં વધારાનો નિર્ણય લેવાતા ચર્ચાઓ વેગવતી બની છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અને વાહનભથ્થુ મેળવતા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રતિ 1.10 લીટર પેટ્રોલ તથા ઓઇલ સાથે 112.89 પેટ્રોલ એલાઉન્સ આપવામાં આવે છે. પરંતુ તાજેતરમાં તા.30મી એપ્રિલના રોજ શહેરમાં પેટ્રોલના ભાવ 100ની સપાટીને વટાવી ચુક્યા છે. 96 રૂપિયે લીટર મળતું પેટ્રોલ ધીરેધીરે વધીને હાલ 105એ પહોચી ગયું છે. એટલે તેને ધ્યાને રાખીને મ્યુનિ કર્મચારીઓ અને અધિકારીઓને અપાતા પેટ્રોલ એલાઉન્સમાં 7નો વધારો કરીને 119.47 કરાયો છે. આમ શહેરમાં તા.30મી એપ્રિલે પેટ્રોલના ભાવ 100ને પાર ગયા અને મ્યુનિ.એ તા.1 એપ્રિલથી જ પેટ્રોલના ભાવમાં વધારો અમલમાં મુકી દીધો છે. તેને લઇને અનેક ચર્ચાઓ વહેતી થઇ છે.

અત્રે નોંધનીય છે કે, દિવાળી પહેલા શહેરમાં પેટ્રોલના ભાવ વધીને 106 થયા હતા. પરંતુ દિવાળી ટાણે જ પેટ્રોલના ભાવ ઘટીને 95 થઇ ગયા હતા. એટલે પેટ્રોલના ભાવ ઘટ્યા છતાં મ્યુનિ.તંત્રે પેટ્રોલના ભાવ વધારાને ધ્યાને રાખીને તમામ કર્મચારીઓ અને અધિકારીઓને ઓઇલ સાથે પ્રતિ 1.10 લીટર પેટ્રોલમાં 3 રૂપિયાના વધારા સાથે 116 એલાઉન્સ આપવાનો નિર્ણય ગત ઓક્ટોમ્બર માસમાં કર્યો હતો. એટલે દિવાળીમાં પેટ્રોલના ભાવ ઘટ્યાના બે મહિના બાદ હવે જાન્યુઆરીમાં પેટ્રોલ એલાઉન્સ પ્રતિ 1.10 લીટરે ઘટાડીને 113 કર્યું હતું. આમ પેટ્રોલના ભાવ જ્યારે વધે ત્યારે તાકિદે એલાઉન્સમાં વધારો કરતાં મ્યુનિ તંત્ર દ્વારા જ્યારે ભાવ ઘટે ત્યારે તાકિદે એલાઉન્સમાં ઘટાડો કરવામાં આવે તે દિશામાં પણ વિચારવું જોઇએ.

(11:07 pm IST)