Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

કિશોરી પર દુષ્કર્મ : આરોપીનો કેસ કોઇ જ વકીલ નહીં લડે

ડીસા બાર એસોસિએશનને મહત્તવપૂર્ણ નિર્ણય : યુવકે મુકબધિર બાળકીનું અપહરણ કરીને ભાખર ગામ નજીક લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું

ડીસા,તા.૧૮ : ડીસાની ૧૨ વર્ષીય મૂકબધિર સગીરા પર ૨૪ વર્ષના ફોઇના દીકરાએ દુષ્કર્મ ગુજારી છરીથી ગળું કાપી ૨૦ ફૂટ દૂર ફેંકવાની ઘટના સામે આવી હતી. આ યુવકે ડીસાથી પિતરાઈ બહેનને બાઇક પર બેસાડી દાંતીવાડાના ભાખર ગામની અવાવરું જગ્યાએ લઈ જઇ આ જઘન્ય કૃત્યને અંજામ આપ્યો હતો. જોકે, સીસીટીવીમાં આધારે પોલીસે શનિવારે બપોરે જ આરોપી નીતિન માળીને દબોચી લીધો હતો. આ કેસમાં આજે ડીસા બાર એસોસિએશનને મહત્તવપૂર્ણ નિર્ણય લીધો છે કે, આ આરોપી તરફથી કોઇપણ વકીલ કેસ નહીં લડે. ડીસાના શિવનગરમાં રહેતી ૧૨ વર્ષીય મૂકબધિર કિશોરી શુક્રવારે સાંજથી ગૂમ હતી. જેની પોપોલી ફરિયાદ નોંધાતા મોડી રાત્રે હાઈવે પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં આ મૂકબધિર કિશોરીને બાઈક પર બેસાડીને લઈ જતો એક યુવક દેખાયો હતો. તો શનિવારે વહેલી સવારે દાંતીવાડાના ભાખર ગામ પાસે અવાવરુ પહાડી વિસ્તારમાંથી આ ૧૨ વર્ષીય કિશોરીની ગળું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. કિશોરીનું ધડથી અલગ કરી દીધેલું માથું ૨૦ ફૂટ દૂરથી મળી આવ્યું હતું.

               પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તળાવમાં મનરેગાની કામગીરી ચાલતી હોનાથી મજૂરોએ શનિવારે સવારે આઠ વાગે કિશોરીનો માથા વગરનો મૃતદેહ જોયો હતો. ડીસાના શિવનગરમાં રહેતી કિશોરી અને આરોપી ૨૪ વર્ષનો નીતિન માળી સગા મામા-ફોઇનાં ભાઇ બહેન હતાં. ડીસા સિવિલમાં પેનલ ડોકટર દ્વારા પીએમ કરાયું છે. લાશ સડવાની પ્રક્રિયા ચાલુ થઈ નથી. હત્યા ૨૪ કલાક પહેલાં થઈ હોવાનું અનુમાન લગાવી શકાય. વિશેરા લઈ ડીએનએ ટેસ્ટ માટે કાર્યવાહી કરાઇ છે. કમરના ભાગે ડાબી બાજુએ ઇજા મળી છે. આ કિશોરીનાં પરિવારની માંગણી છે કે, આરોપીને ફાંસીની સજા થાય. બનાસકાંઠાનાં ડીવાયએસપી, ડૉ. કુશલ ઓઝા, ૨ વર્ષીય કિશોરીની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરાઇ છે, પ્રાથમિક પૂછપરછમાં નીતિન કિશોર માળી (૨૪)એ કબૂલાત કરી છે કે કિશોરીનો રેપ કર્યા બાદ તેનો ગુનો છતો ન થાય તે માટે તીક્ષ્ણ લાંબી છરી વડે ગળું કાપી હત્યા કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ સાંયોગીક પુરાવાઓને આધારે તપાસ હાથ ધરી હતી. અને આ ઘટનામાં સંડોવાયેલા આરોપી નીતિન માળી નામના યુવકની અટકાયત કરી હતી. આ યુવકે મુકબધિર બાળકીનું અપહરણ કરીને ભાખર ગામ નજીક લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ઘટનાની જાણ કોઈને ન થાય તે માટે તેણીનું ગળું કાપી હત્યા કરી નાખી હોવાનું ખુલ્યું છે.

(7:26 pm IST)
  • રાજકોટ માં વીજળી ના કડાકા ભડાકા સાથે સાંજે 1 કલાક માં બેફામ 2 ઇંચ વરસાદ.રોડ પર નદીઓ વહી. વીજળી ના ભયંકર અવાજ થી લોકો ફફડી ઉઠ્યા.ફાયર બ્રિગેડમાં સામા કાંઠે 55 મી.મી. અને જુના રાજકોટ માં 45 મી મી. વરસાદ નોંધાયો .હજુ અસહ્ય બફારો યથાવત.ફફડી access_time 8:44 pm IST

  • દેશમાં કોરોનાં કેસનો આંકડો 75 લાખને પાર પહોંચ્યો : રિકવર થનારની સંખ્યા 66 લાખથી વધુ :સાંજે 7 વાગ્યા સુધીમાં દેશના માત્ર કેટલાક રાજ્યોના કોરોનાં કેસના આંકડા જ ઉપલબ્ધ access_time 7:31 pm IST

  • બિહારમાં ભાજપને જેડીયુ કરતા વધુ સીટ મળે તો પણ મુખ્યમંત્રી નીતીશકુમાર જ બનશે : હોમ મિનિસ્ટર તથા ભાજપ પૂર્વ અધ્યક્ષ અમિત શાહની સ્પષ્ટતા access_time 8:06 pm IST