Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

વડોદરામાં હાઇવે પર બંધ પડેલ ટ્રેલરને રોડની સાઈડમાં લેવાની કામગીરી દરમ્યાન ટેમ્પો ઘુસી જતા ક્લીનરનું કમકમાટીભર્યું મોત

વડોદરા:હાઇવે  પર બંધ પડેલા ટ્રેલરને રોડની સાઇડમાં લેવાની કામગીરી દરમિયાને પાછળથી આવતા એક ટેમ્પોના ચાલકે પોતાનો ટેમ્પો પાછળથી ટ્રેલરમાં અથાડી દેતા બે ટ્રેલરની વચ્ચે ફસાઇ ગયેલા ક્લિનરનુ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે.હરણી  પોલીસે અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કર્ણાટકથી માલ ભરીને ગાંધીધામ જતા બે ટ્રેલર પૈકી એક ટ્રેલર હાઇવે પર દેણા ચોકડીથી ગોલ્ડન ચોકડીની વચ્ચે બંધ પડી ગયું હતું.જેથી,બંધ પડી ગયેલા ટ્રેલરને સાંકળથી બાંધીને બીજા ટ્રેલરનો ચાલક રોડની સાઇડ પર લઇ જતો હતો.તે દરમિયાન પાછળથી આવતો ટેમ્પો ધડાકાભેર ટ્રેલરમાં ઘુસી ગયો હતો.જેના કારણે બે  ટ્રેલરની વચ્ચે ડ્રાયવર સત્યનારાયણ દરોગા તથા ક્લિનર મોહન બરજીયા કંજર (રહે.કંજર વસ્તી,તા.કોટડી,જિ.ભીલવાડા, રાજસ્થાન) ચગદાઇ ગયા હતા.જે  પૈકી મોહન  કંજરનું મોત થયુ હતું.અને ડ્રાયવર સત્યનારાયણને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

(6:10 pm IST)