Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

દહેગામ તાલુકાના ધમીજ ગામે ઉશ્કેરાયેલ પતિએ પત્ની પર જીવલેણ હુમલો કરી મોતનેઘાટ ઉતારી દેતા પોલીસ ફરિયાદના આધારે પતિની ધરપકડ

 દહેગામ:તાલુકાના ઘમીજ ગામે બે દિવસ પૂર્વે એક પરિવારમાં રહેતા પતિ-પત્નિ વચ્ચે મામલો ગરમાયો હતો. પતિ પત્નિ પર આડા સબંધનો વહેમ રાખતો હોવાના મુદ્દે બન્ને વચ્ચે બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પતિએ ત્રીકમના દંડા વડે તેના પર હૂમલો કર્યો હતો. પોતાની માતાને બચાવવા ૧પ વર્ષિય દિકરી વચ્ચે પડતાં તેને પણ દંડાથી ફટકારવામાં આવી હતી. હૂમલામાં  આરોપીની પત્નિનું સ્થળ પર મોત નિપજ્યું હતું. તો ગંભીર રીતે ઘાયલ ૧પ વર્ષિય દિકરી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. દહેગામ પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લઈ જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

અંગે દહેગામ પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ દહેગામ તાલુકાના ઘમીજ ગામે તા.૧૪ મીની રાત્રે વાલ્મિકીવાસમાં રહેતા દિનેશભાઈ ગાંડાભાઈ વાલ્મિકીએ પોતાની પત્નિ રેણુકાબેન પર આડા સબંધનો વહેમ રાખી માથાકૂટ શરુ કરી હતી. મુદ્દે બન્ને વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી તે સમયે દિનેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને હાથમાં દંડો લઈ પત્નને મારવા લાગ્યા હતા. સમયે ઘરે હાજર દિકરી માનસી માતાને છાડાવવા વચ્ચે પડતાં દિનેશભાઈએ દિકરી પર પણ દંડા વડે હૂમલો કર્યો હતો. હૂમલામાં રેણુકાબેનનું ઘરે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે માનસીને ૧૦૮ ની મદદથી પ્રથમ દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લવાઈ હતી. જ્યાં તેની હાલત ગંભીર હોવાથી ગાંધીનગર અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે. હત્યાનો મામલો સામે આવતાં બહિયલ તથા દહેગામ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપીને ઝડપી લીધો હતો. ગુન્હામાં દહેગામ પોલીસે મૃતકના ભાઈ રમણભાઈ ગાંડાભાઈ વાલ્મિકીની ફરિયાદના આધારે ગુન્હો નોંધ્યો છે. આરોપીને કોર્ટમાં રજુ કર્યા બાદ તેને સાબરમતી જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે. ગામમાં   રહેતા શખ્સે પોતાની પત્નિ અને પુત્રી પર જીવલેણ હૂમલો કરવા ઘટના સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે અને આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

(6:00 pm IST)