Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મહેસાણા જિલ્લામાં બેચરાજી નજીક ખનીજ માફિયાઓ પર રેડ પાડી એક કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો

મહેસાણા:જિલ્લામાં બેચરાજી નજીક કાલરી ગામે બિન અધિકૃત રીતે માટી ચોરી કરતા ખનીજ માફીયાઓ ઉપર ભુસ્તર વિભાગે તા.૧૪/૦૮/૨૦૨૧ ના રોજ મોડી રાત્રે રેડ કરી એક હિટાચી મશીન અને ત્રણ ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

અંગે મળેલી વધુ માહિતી અનુસાર મહેસાણા જિલ્લા મદદનીશ ભુસ્તરશાસ્ત્રી મિત પરમાર તથા તેમની ટીમ દ્વારા બેચરાજી નજીક આવેલા કાલરી ગામે સરકારી યોજનાની આડમાં ચાલી રહેલા માટીના ખનન સ્થળે ઓચિંતાની રેડ કરી હતી. જેમાં બિન અધિકૃત રીતે સાદી માટીની ચોરી થઈ રહી હોવાનું માલુમ પડયું હતું.  જેના કારણે જિલ્લા ભુસ્તર વિભાગની ટીમે સ્થળેથી એક હિટાચી મશીન અને ત્રણ ડમ્પર કુલ મળીને એક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલ વાહનો અને મુદ્દામાલ ભુસ્તર વિભાગ દ્વારા બેચરાજી પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. તેમજ નિયમોનુસારની દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી. અંગે જિલ્લા ભુસ્તરશાી દ્વારા જણાવવામાં આવેલ કે ખનિજ ચોરોને કોઇ પણ પ્રકારે બક્ષવામાં નહિ આવે. ઘટનાને પગલે જિલ્લાના ખનિજ ચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

(5:59 pm IST)