Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સ્વર્ણિમ વિજય વર્ષ વિકટરી મશાલ (INS) સરદાર પટેલ ખાતે આવી

 અમદાવાદઃ સ્વર્ણિમ વિજય વર્ષ વિકટરી મશાલ ૧૧ ઓગષ્ટ ૨૦૨૧ના રોજ ઓખાથી પોરબંદરમાં ભારતીય નેજો શીપ (INS) સરદાર પટેલ ખાતે આવી પહોંચી હતી. આ મશાલનું ૧૨ ઓગષ્ટ ૨૦૨૧ના રોજ ગુજરાત નેવલ એરિયાના ફલેગ ઓફિસર કમાન્ડિંગ (FOGNA) રીઅર એડમિરલ પુરુવિર દાસ, NM એ વિધિવત સ્વાગત કર્યુ હતું અને ત્યારબાદ શહીદોને પુષ્પાંજલી અર્પણ કરી રહી. ફલેગ ઓફિસરે તેમના સંબોધન દરમિયાન ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાનના યુદ્વ કે જેમાં ભારતીય સશસ્ત્ર દળોએ જવલંત વિજય પ્રાપ્ત કર્યો હતો અને ત્યારબાદ નવા રાષ્ટ્ર બાંગ્લાદેશનું નિર્માણ થયુ હતું તેના મહત્વ વિશે જણાવ્યું હતું. તેમજ તેમણે આ પ્રસંગે ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્વિ કરનારા યુદ્વ નિવૃત્ત જવાનો અને વીર નારીઓનું સન્માન કર્યુ હતું. વિજય મશાલને ૧૩ ઓગષ્ટ ૨૦૨૧ના રોજ દીવ ખાતે મોકલવા માટે FOGNA દ્વારા વિધિવત રીતે રવાના કરવામાં આવી હતી.

(3:00 pm IST)