Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

જામનગરના એસપી સહિતના ૨૦૦૭ના અધિકારીઓ અને સૌરાષ્ટ્ર સહિત ૨૦૧૬-૧૭ બેચના અધિકારીઓની આશા ફળશે કે ઠગારી પુરવાર થશે ?!

રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કાર્ય અને ૧૫મી ઓગસ્ટનો રાજ્ય લેવલનો ઉત્સવ પૂર્ણ થતાં જ પોલીસ તંત્રની બઢતી બદલીની ચર્ચાનો ચિચોડો ચાલુ થયો : અમદાવાદ,બરોડા,અને સુરત સીપી ને હજુ બદલી માટે સમય થયો નથી,અને આ તમામની કામગીરીથી લોકો સાથે સરકાર પણ ખુશ હોવાથી શું નિર્ણય લેવો? ગાંધીનગર અવઢવમાં : આમ આદમી પાર્ટી સક્રિય બની આગામી વિધાનસભા ચૂંટણીમાં કાયદો વ્યવસ્થાને મુદ્દો બનાવે તે બાબત ધ્યાને લઈ ફકત મારા જ નહિ પણ,કારણ વિના ફિલ્ડ બહાર અધિકારીઓની સાથે સાથે એક દશકાથી વધુ સમય થયા રાજ્ય પોલીસ તંત્રના ભવિષ્યના વડાવિકાસ સહાય માટે પણ ગાંધીનગરને વિચારણા વગર ચાલે તેમ નથી

 રાજકોટ તા. ૧૭, મુખ્યમંત્રી વિજભાઈ રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વડપણ હેઠળના શાસનની ઉજવણી તથા જૂનાગઢમાં રાજ્ય કક્ષાના ૧૫મી ઓગસ્ટ કાર્યક્રમ પૂર્ણ થવા સાથે હવે ફરી આઇપીએસ અને જીપીએસ અધિકારીઓમાં બઢતી બદલીની આશા જાગવા સાથે આ વખતે પણ આ આશા પરિપૂર્ણ થશે કે આશા ઠગારી પુરવાર થશે તેવી દહેસત સાથે પ્રતીક્ષા કરી રહ્યા છે.                          

 અત્રે યાદ રહે કે જામનગરના એસપી દીપેન ભદ્રન સહિત ૨૦૦૭ બેચના આઈપીએસ અધિકારીઓ અને સૌરાષ્ટ્રના અધિકારીઓના સમાવેશ સાથે ૨૦૧૬ અને ૨૦૧૭ના ડાયરેકટ એએસપીઓ બઢતી માટે ઓવર ડ્યું છે.                               

 આ સાથે ડીવાયએસપી લેવલનાં  અધિકારીઓને એસપી લેવલે બઢતી આપવાની છે, અત્રે યાદ રહે કે ગત વખતે લાંબી રજૂઆત બાદ આવા અધિકારીઓને અન્ય ચોક્કસ રાજ્યો માફક ડાયરેકટ એસપી બનાવવાને બદલે એડી.એસપી બનાવેલ ,અને કામ જે તે જગ્યાએ જ કરવાનું તેવા નિર્ણય બાદ હવે આ નિર્ણયમાં ફેરફાર થશે કે કેમ? એ લાખ રૂપિયાનો સવાલ છે. 

૨૦૦૭ બેચની વાત કરીએ તો બદલી અને ખાસ કરી બઢતી પ્રક્રિયાની વાટ જોઈ રહેલા ખેડા એસપી દિવ્ય મિશ્રાને  પ્રમોશન આપવાને બદલે કેન્દ્રમાંથી આઇબી મા મૂકતો ઓર્ડર દિલ્હીથી પહેલા આવી ગયો. ખરેખર આ સ્થાન માટે એક સરહદી જિલ્લાનાં જિલ્લા પોલીસ વડાના નામ બાબતે બધી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અચાનક ફેરફાર થયેલ. ૨૦૦૭ બેચમાં જે અન્ય અધિકારીઓને ડીઆઇજી લેવલે બઢતી મળનાર છે તેમાં કચ્છમાં તત્કાલીન રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીજેવા રાજ્યના સ્વચ્છ છબી ધરાવતા કાર્યદક્ષ અધિકારીના માર્ગ દર્શનમાં ફરજ બજાવનાર સીઆઈડી ક્રાઈમના સૌરભ તૌલંબિયા, ભૂતકાળમાં કચ્છ અને અમરેલી વિગરે સ્થળે ફરજ બજાવી ચૂકેલા બહોળા અનુભવી મકરંદ ચૌહાણ, પરિક્ષિતા રાઠોડ, આર.એમ.પાંડોર વિગેરેનો સમાવેશ છે.                

 ૨૦૧૬ અને ૨૦૧૭ બેચમાં ડાયરેકટ આઇપીએસ જેવો એસપી લેવલે રેગ્યુલર બઢતી મેળવશે તેમાં ૨૦૧૭ બેચના જે ડાયરેકટ આઇપીએસનો સમાવેશ છે તેમાં સૈફાલી બરવાલ, નીતીશ પાંડે, ડો.લવલીના સિંહા,સાગર બારમાર,અભય સોની અને સાગર અગ્રવાલનો સમાવેશ છે, આ માટે નિયમ મુજબ ડીપીસી થવી જરૂરી છે, જોકે ગાંધીનગર ઈચ્છશે તો ડીપીસી પ્રક્રિયા મોટી બાબત નથી

 રાજકોટ પોલીસ કમિશનરને બાદ કરીને દૃષ્ટિપાત કરતા જણાશે કે વડોદરા સીપી કે જે રાજકોટ સીપી બેચ મેટ છે તેમને વડોદરામાં હજુ બદલીનો સમય થયો નથી, સુરત સીપી માટે પણ હજુ તેઓને માત્ર એક વર્ષ થયું છે,અમદાવાદ સીપી સંજય શ્રીવાસ્તવ ને પણ બદલી માટે સમય થયો નથી, યોગાનું યોગ આ બધાની કામગીરીથી લોકો સાથે સરકારને પણ સંતોષ હોવાથી કોઈ વ્યાજબી કારણ વગર ફેરફાર કરવા કે કેમ,? તે બાબત પણ મૂંઝવી રહી છે.અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ કે જેવો ગણત્રીના માસમાં મુખ્ય ડીજી બને તેવી બાબત ધ્યાને લઈ ઘણા વર્ષો પછી તેમને ફિલ્ડ મા મુકાયા છે તે બાબત પણ સરકાર માટે વિચારણા માગે તેવી છે, વાત અહીથી અટકતી નથી હવે એક પછી એક નિવૃતિ લાઇનમાં છે ત્યારે કોઈ જાતના વિવાદ વગર ખૂબ સારી કામગીરી માટે જાણીતા વિકાસ સહાય લાંબા સમયથી મુખ્ય પ્રવાહથી વંચિત છે, ભવિષ્યના મુખ્ય ડીજીપી પદના આ દાવેદાર ખૂબ સ્વચ્છ છબી ધરાવતાં વિકાસ સહાય માટે કોઈ મહત્વનું સ્થાન માટે પણ વિચારણા છે. આવા બધા સંજોગો તથા આગામી વિધાનસભા ચૂંટણીમાં  આમ આદમી પાર્ટીની સક્રિયતા પણ નજર અંદાજ કરી શકાય તેમ નથી. ખૂબ જ કાર્યદક્ષ અને કાબિલ હોવા છતાં સાઈડ લાઈન રહેલ અધિકારીઓ કે જેને લોકો પણ માંન થી જોઈ રહ્યા છે તેવા અધિકારીઓ અંગે ભૂતકાળમાં મોદીજી અને અમિતભાઈ દ્વારા અખત્યાર થયેલ નીતિ અપનાવવા પણ સરકારના સલ્હકારો પણ મત ધરાવે છે.

(2:59 pm IST)