Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

દ.ગુજરાતમાં વરસાદની સંભાવના પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં રાહ જોવી પડશે

કાલથી ચોમાસુ સક્રીયઃ કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી જાયઃ હવામાન ખાતુ

અમદાવાદઃ રાજયમાં છેલ્લા વરસાદ પાછો ખેંચાતા ધરતીપુત્રોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી આપી છે કે, ૧૭ તારીખથી ફરી ચોમાસું સક્રિય થઈ શકે છે. કેટલાક જિલ્લામાં આ વરસાદ વરસશે અને તે પણ મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. જોકે, ૧૮-૨૦ ઓગસ્ટ કેટલાક ઠેકાણે ભારે વરસાદ પણ વરસી શકે છે.

 રાજયમાં ૧૮-૨૦ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શકયતા નથી.

હવામાન વિભાગની આગાહી કરી તે પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોએ વરસાદ માટે રાહ જોવી પડી શકે તેમ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદના અભાવે ખેડૂતોના પાક બરબાદ થઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જોકે, સરકારે જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં ૪૮ ટકા વરસાદની ઘટ છે. રાજયમાં એવરેજ ૨૫૦ મિલિમીટર વરસાદ વરસ્યો છે.

(1:08 pm IST)